Chhota Udepur
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નાં જન્મદિવસ નિમિત્તે જિલ્લા બીજેપી કાર્યાલય છોટાઉદેપુર ખાતે ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી.

પ્રતિનિધિ, કાજર બારીયા
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ નાં જન્મદિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન દ્વારા વર્ષ ૨૦૨૫ સુધી માં ટીબી મુક્ત ભારત અભિયાન ને વેગવાન બનાવવા માટે આજરોજ છોટાઉદેપુર સ્થિત જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે ટીબી રોગની સારવાર લઈ રહેલા છોટાઉદેપુર ટાઉન નાં ૨૫ થી વધુ દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી
જેમાં બીજેપી જિલ્લા અધ્યક્ષ ઉપેન્દ્રભાઇ રાઠવા, ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર નાં મહામંત્રી શંકરભાઈ રાઠવા, ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના સજ્જન બેન રાજપૂત,મિનાબેન રાઠવા, લીલાબેન રાઠવા, વૈશાલીબેન બારીયા તથા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ, યુવા સરપંચ રસિકભાઈ રાઠવા ઉપરાંત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં વાલસિંગભાઈ રાઠવા, અશ્વિનભાઇ રાઠવા, મનહરભાઈ વણકર તેમજ છોટાઉદેપુર અર્બન હેલ્થ સેન્ટર નાં રાજુભાઈ રાઠવા સહિત લાભાર્થી ટીબી રોગના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.