Gujarat
કદવાલ પોલીસ સ્ટેશનમાં વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન કરવમાં આવ્યું
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
આસો સુદ દશમને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીરામે અસત્ય પર જીત મેળવી હતી. જેથી આ દિવસને વિજય દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. વિજયદશમીના દિવસે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રો તથા વાહનોનું પૂજન કરવામાં આવતું હોય છે.
કદવાલ પોલીસ સ્ટેશનમાં વિજયાદશમીના પર્વને અનુલક્ષીને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ દળમાં ઉપયોગી એવા શસ્ત્રોને ગોઠવીને પી.એસ.આઈ ની હાજરીમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કદવાલ પોલીસ સ્ટેશનમાં વિજયાદશમીના પર્વને અનુલક્ષીને પ્રતિવર્ષની પરંપરા અનુસાર પોલીસ વિભાગમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા જુદા જુદા શસ્ત્રોને ગોઠવવામાં આવ્યા હતા અને તેની પૂજા વિધિ કરવામાં આવી હતી. આ શસ્ત્રપૂજન કદવાલ પી.એસ.આઇ. કે. કે સોલંકી સહીત જુદા જુદા પોલીસ કર્મચારીઓ પૂજા વિધિમાં જોડાયા હતા અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર પછી શસ્ત્રોનું પૂજન કર્યું હતું. પોલીસ વિભાગ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ પ્રકારની બંદૂકો તથા શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતાં વાહનોની પણ ફૂલહાર ચઢાવી પૂજા કરવામાં આવી હતી.
વિજયાદશમીના તહેવાર પર શસ્ત્રની પૂજા કરવાથી વર્ષ ભર શત્રુઓ પર વિજયનું વરદાન મળે છે. આ જ કારણ છે કે સામાન્ય માણસથી લઈને ભારતીય સેના સુધી ખાસ કરીને દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. આજના પાવન પર્વે કદવાલ પી.એસ.આઈ.કે કે સોલંકી એ જણાવ્યું હતું કે દશેરાના પર્વ પર શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનને પ્રાર્થના કરવામાં આવી કે શસ્ત્રોનું અસરકારક ઉપયોગ કરી વિસ્તારમાં શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બનાવી શકે એ તમામ સાધનોના માધ્યમથી નગરમાં શાંતિ બને તેવી પ્રભુને પ્રાર્થના કરી.
આ પ્રસંગે સમગ્ર કદવાલ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.