Chhota Udepur

વિશ્વ મહિલા દિન અંતર્ગત છોટાઉદેપુરમાં સાંસ્કૃતિક વારસો રજુ કરતુ મહિલા સંમેલન યોજાયું

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

આઈસીડીએસની બહેનો દ્વારા ટીમલીના તાલે મહેમાનોનું સ્વાગત કરી લાલ જાજમ પર સતેજ સુધી લઈ જવાયા

Advertisement

છોટાઉદેપુર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈસીડીએસ, અને જીલ્લા પંચાયતના ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવ સીરીઝના અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાના મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ મહિલા દિન નિમિતે મહિલા સંમેલનો સમગ્ર દેશ અને રાજ્યમાં તમામ જીલ્લાઓમાં યોજાનાર છે જેના અનુસંધાને આજ રોજ છોટાઉદેપુરના સ્વમીનારાયાણ હોલ ખાતે આ સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જીલ્લા પંચાયતના પ્રમુખ મલ્કાબેન પટેલ, જીલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ પ્રવૃત્તિના ચેરમેન લીલાબેન રાઠવા, આઈસીડીએસના કોઓર્ડીનેટર પારૂલબેન વસાવા, શિક્ષણ સમિતિના ચેરમેન ભાવનાબેન રાઠવા, ભક્તિબેન ડામોર, મણીબેન વણકર, સુમિત્રાબેન રાઠવા, શાંતીબેન વણકર, અફ્સંબનું કાઝી તેમજ કેટલીક મહિલા સરપંચ બહેનો મંચસ્ત થયા હતા.

સમારંભના અધ્યક્ષ મલકાબેન પટેલ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આજે મહિલાઓ ઘરના કામ કરવાથી લઈ અને વિમાન ચલાવતી થઈ છે. બહેનોનું જીવન ધોરણ બદલાયુ છે બહેનો પુરૂષ સમોવડી બની છે. અને બહેનો પોતાની ટેલેન્ટ દરેક ક્ષેત્રમાં બતાવી રહી છે. પરંતુ સ્ત્રી અને પુરૂષ બંને એક બીજાના પુરક છે જેમ દરેક સફળ પુરૂષ પાછળ એક મહિલા જવાબદાર છે તેમજ દરેક સફળ સ્ત્રીને પણ પુરૂષનો સપોર્ટ જરૂરી છે. આ ઉપરાંત પારૂલબેન તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને હર્ષાબેન વાઘે આઈસીડીએસની પ્રવૃત્તિઓ અને લોકોને જણાવી હતી. સમારંભની શરૂઆત જ ટીમલી નૃત્યના તાલે મહેમાનોને એસ્કોર્ટ કરી ને કરવામાં આવી હતી તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ અંતર્ગત બહેનોએ વેશભૂષા શો રજુ કર્યો હતો. આ વેશભૂષામાં રાણી લક્ષ્મીબાઈ, ઇન્દિરા ગાંધી, સરોજીની નાયડુ, સુનીતા વિલિયમ તેમજ અન્ય દેશ માટે પોતાની જાત ન્યોછાવર કરનારી મહિલાઓને યાદ કરી શ્રોતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આઈસીડીએસની બહેનો એ રાસ ગરબા, ટીમલી, પોષણ અભિયાન ગીત પર અભિનય, ભૂલકાઓએ ડાન્સ વગેરે રજુ કરી કાર્યક્રમને મનોરંજનથી ભરપુર કરી દીધો હતો. કૃતિ રજુ કરનાર તમામ બહેનોને સ્વભંડોળ દ્વારા એક એક ભેટ સોગાદ આપવામાં આવી હતી. સમારંભમાં ઘણી મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી. ગ્રુપ ફોટો અને અલ્પાહાર લઈ સૌ છુટા પડ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version