Panchmahal
પાવાગઢ માંચી જવાના રસ્તા ઉપર પીકઅપ ગાડીએ પલટી ખાતા 10 ને ઈર્જા

(દિપક તિવારી દ્વારા)
પંચમહાલના પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે આજે સવારના અરસામાં કંવાટથી પાવાગઢ દર્શન કરવા માટે માઇ ભક્તો પીકપ લઈ ને આવ્યા હતા ત્યારે માંચી જવાના ખતરનાક વળાંક અને ઢોળાવ વાળા રસ્તા ઉપર પીકઅપ ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ગાડી ડિવાઇડર સાથે અથડાઈ ગઈ હતી અને પલટી થઈ ગઈ હતી.
ગાડી પલટી ખાઈ જતા પેસેન્જર એ બુમરાણ મચાવી હતી આ અકસ્માતમાં 10 જેટલા પેસેન્જરની ઈર્જા પહોંચી હતી અકસ્માતની જાણ થતા સ્થાનિક જીપીએસન લોકોની મદદથી દોડી આવી ઈર્જાગ્રસ્ત ને હોસ્પિટલ પહોંચાડી પીકપ ને ઉભી કરી રસ્તો ખુલ્લો કર્યો હતો.