Panchmahal

પંચમહોત્સવનો બીજો દિવસ,લોકગાયક હિમાલી વ્યાસ નાયકે સંગીત સંધ્યા રજૂ કરી

Published

on

  • આવતીકાલે લોકગાયક ઉર્વશી રાદડીયા સંગીત સંધ્યા રજૂ કરશે, મુખ્ય કાર્યક્ર્મ રાત્રે ૮ વાગ્યાથી શરૂ થશે

પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે.આજ રોજ પંચમહોત્સવના બીજા દિવસે લોકગાયક હિમાલી વ્યાસ નાયકે સંગીત સંધ્યા રજૂ કરી હતી.

કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમ થકી થઈ હતી જેમાં ઘોઘંબાના ઝાબવાવ, પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. આસ્થા પટેલ હાલોલ દ્વારા ભરતનાટ્યમ રજૂ કરાયું હતું. રાવણ હથ્થા દ્વારા લોક સંગીત રજૂ કરાયું હતું. સ્થાનિક લોક ગાયક કાર્તિક પારેખ દ્વારા સંગીત રજૂ કરાયું હતું.  આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ પર બનેલ ચાર તથા પ્રવાસન વિભાગ દ્વારા નિર્મિત ખુશ્બુ ગુજરાત કી ફિલ્મનું એલઇડી પર નિદર્શન કરાયું હતું. અહીં નોધનીય છે કે સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી પંચમહોત્સવને આજે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળી છે.

  • પંચમહોત્સવની બાજુમાં ક્રાફટ બજાર જ્યાં જિલ્લાની ઓળખ સમાન વિવિધ હસ્ત બનાવટની વસ્તુઓ, ફૂડ સ્ટોલ ખાતે જિલ્લાના વ્યંજનો, બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્ક ઊભો કરાયો છે.જેનો લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.
  • આ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પંચમહોત્સવ ખાતે નાગરિકો માટે કરેલ બેઠક વ્યવસ્થામાં જાહેર પ્રતિસાદને માન આપીને પાસમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સાથે આવતીકાલે ઉર્વશી રાદડીયા સંગીત સંધ્યા રજૂ કરશે, મુખ્ય કાર્યક્ર્મ રાત્રે ૮ વાગ્યાથી શરૂ કરવામાં આવશે.
  • આજના પ્રસંગે જિલ્લા કલેકટર સુજલ મયાત્રા,અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા,પ્રાંત અધિકારી હાલોલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Trending

Exit mobile version