Connect with us

Gujarat

કેરા – કચ્છ ૭૧ મા વાર્ષિક પાટોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાનયજ્ઞના દ્વિતીય દિવસે સ્વામીબાપાની ભવ્યાતિભવ્ય નગરયાત્રા યોજાઈ…

Published

on

શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, ભારત, ભૂજ – કચ્છનું પારસ બેન્ડ તથા કચ્છની ગામેગામની ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બની…

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદોધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, કેરા – કચ્છ ૭૧ મા વાર્ષિક પાટોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાનયજ્ઞના દ્વિતીય દિવસે પાંચ નવગજા ગજરાજો પર સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની ભવ્યાતિભવ્ય નગરયાત્રા ઉલ્લાસભેર યોજાઈ હતી.

Advertisement

આ નગરયાત્રા કેરા – કચ્છના ગજોડિયા પાટીયાથી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ નગરયાત્રામાં સર્વ પ્રથમ નવગજા ગજરાજ સુશોભિત અંબાડીમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, બીજા નવગજા ગજરાજ સુશોભિત અંબાડીમાં શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી, ત્રીજા નવગજા ગજરાજ સુશોભિત અંબાડીમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા, ચોથા નવગજા ગજરાજ સુશોભિત અંબાડીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ પાંચમા નવગજા ગજરાજ સુશોભિત અંબાડીમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદોધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત બિરાજમાન થયા હતા. આ નગરયાત્રામાં હક્ડેઠઠ માનવ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો. સંતોનો સમૂહ, હરિભક્તોનો સમૂહ, તેમજ હંસાકૃતિ રથ ઉપર શ્રી મુક્તજીવન સ્વામીબાપાના સાનિધ્યમાં વરિષ્ઠ સદ્ગુરુ સંતો, મહંતો બિરાજમાન થયા હતા.

શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, ભારત, ભૂજ – કચ્છનું પ્રસિદ્ધ પારસ બેન્ડ તથા કચ્છની ભારાસર, માનકુવા, માધાપર, નારણપર વગેરે ગામેગામની ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

Advertisement

આ નગરયાત્રામાં જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજની નવગજા ગજરાજ પાછળ હરિભક્તો અને તેમની પાછળ કળશધારી બહેનોનું મંડળ તથા સાંખ્યયોગી બાઈઓ તથા કર્મયોગી બાઈઓ નગરયાત્રામાં ભકિતભાવપૂર્વક જોડાયા હતાં તેમજ નગરયાત્રામાં લંડન, બોલ્ટન, નાઈરોબી, અમેરિકા, આફ્રિકા વગેરે દેશોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમૂહ પણ ઉપસ્થિત રહ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર, કેરા – કચ્છ ૭૧ મા વાર્ષિક પાટોત્સવ અંતર્ગત કેરાના રાજમાર્ગો પર સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની ભવ્યાતિભવ્ય નગરયાત્રામાં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, કેરાના હરિભક્તોનો સાથ સહકાર રહ્યો હતો.

Advertisement

આ પાટોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તેમજ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણના યજમાનોને સાલ, પાઘડી અર્પણ કરી પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે સન્માન્યા હતા.

આ પાવનકારી અવસરે જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, વિશ્વભરમાં પર્યાવરણ માટે જનતા જાગૃત થાય, માનવજીવન અને અન્ય જીવસૃષ્ટિ સુખી થાય એવા શુભ આશયથી તેમજ ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીને બચાવવા, તાપમાનને ઘટાડવા અને હરિયાળી ફેલાવા ગામડે ગામડે વૃક્ષો વાવવા માટે હાકલ કરી હતી. આજે આ કેરા ગામમાં નવગજા ગજરાજ નગરયાત્રામાં અમૃતની લ્હાણી કરવામાં આવી હતી. જે જે મુમુક્ષુએ ભાવે કે કુભાવે અમૃતનું પાન કર્યું તે સર્વે જીવો અક્ષરધામના વાસી થઈ ગયા. અંત સમયે નગરયાત્રામાં આ નવગજા ગજરાજ સુશોભિત અંબાડીમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજના દર્શનની સ્મૃતિ
થઈ આવશે તે પણ જીવનું આત્યંતિક કલ્યાણ થશે થશે અને થશે જ. આ અણમોલ અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.

Advertisement

સં. શિ. ગુરુપ્રિયદાસજી સ્વામી

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!