Gujarat

Bharat Jodo Nyay Yatra: આ તારીખે ભારત જોડો ન્યાય યાત્રાની થશે ગુજરાતમાં થશે એન્ટ્રી

Published

on

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈ કોંગ્રેસના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે જણાવીએ કે, 7 માર્ચે ભારત જોડો ન્યાય યાત્રા ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મુદ્દે બેઠક
ઉલ્લેખનીય છે કે, 8 માર્ચે દાહોદ બસ સ્ટેશનથી આ પદયાત્રા શરૂ થશે. 4 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ભારત જોડો ન્યાય યાત્રા પસાર થશે. તાપી જિલ્લાના સોનગઢમાં ભારત જોડો ન્યાય યાત્રાનુ સમાપન થશે. ભારત જોડો ન્યાય યાત્રામાં આદિવાસી મતદારો ઉપર ફોકસ રહેશે. જિલ્લા કક્ષાએ પ્રભારીઓને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે. ન્યાય યાત્રા દરમિયાન મંદિર, મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળોની રાહુલ ગાંધી મુલાકાત લેશે.

Advertisement

કોંગ્રેસના પ્રવક્તાએ શું કહ્યું ?
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું કે, દેશના દરેક વર્ગના લોકોને ન્યાય મળે તે માટે રાહુલ ગાંધીજીની 6700 કિમી લાંબા આ યાત્રા મણિપુરથી શરૂ થયેલી છે. જે 7 માર્ચે ગુજરાતમાં પ્રવેશ કરશે. વધુમાં ઉમેર્યું કે, ચાર દિવસ આ યાત્રા યોજાશે જે ઝાલોદથી શરૂ થશે અને તાપી જિલ્લામાં પૂર્ણ થશે. જે ન્યાય યાત્રા અનુસંધાને કોંગ્રેસના અગ્રણી ચર્ચા કરી છે

Advertisement

Trending

Exit mobile version