Connect with us

Food

આ ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા ગણેશને ધરાવો પાન મોદકનો ભોગ, નોંધી લો બનાવવાની રીત

Published

on

On this Ganesh Chaturthi, offer pan modak to the vighnaharta Ganesha, note how to make it

ગણપતિ બાપ્પાને મોદક અને લાડુ અતિ પ્રિય છે. ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે અને જો તમે પણ ગણેશજીની સ્થાપના કરવાના હો તો અત્યારથી થોડી તૈયારી કરી લેવી ઉચિત રહેશે. બાપ્પાને આમ તો નારિયેળમાંથી બનતા મોદકનો ભોગ ધરાવવામાં આવે છે. પરંતુ હવે તો માર્કેટમાં અલગ-અલગ પ્રકારના મોદક મળે છે. આજે અમે અહીંયા તમને મોદકનો એકદમ નવો જ પ્રકાર પાન મોદક બનાવતા શીખવી રહ્યા છે. પાન મોદક બનાવવા માટે કઈ-કઈ સામગ્રીની જરૂર પડશે તે જોઈ લો.

On this Ganesh Chaturthi, offer pan modak to the vighnaharta Ganesha, note how to make it

સામગ્રી

Advertisement
  • 6 નંગ નાગરવેલના પાન
  • 1 ટે. સ્પૂન ઘી
  • 1 ટે. સ્પૂન દળેલી ખાંડ
  • 1 ટે. સ્પૂન ગુલકંદ
  • 1 ટે. સ્પૂન સૂકા ગુલાબની પાંદડી
  • 1/4 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  • 1 1/2 કપ નારિયેળનું છીણ
  • 2 ટીપાં લીલો ફૂડ કલર
  • 2 ટે. સ્પૂન ટૂટી-ફ્રૂટી

On this Ganesh Chaturthi, offer pan modak to the vighnaharta Ganesha, note how to make it

સ્ટેપ 1

નાગરવેલના પાનને પાણીથી ધોઈને સારી રીતે સાફ કરી લો. હવે તેના નાના-નાના ટુકડા કરી લો. એક મિક્સર જાર લો. તેમાં પાનના ટુકડા અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને (1 ટે. સ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક કાઢી લેવું) પ્યૂરી બનાવી લો.

Advertisement

સ્ટેપ 2

એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો. તેમાં 1 1/4 કપ નારિયેળનું છીણ લઈને થોડા સમય માટે શેકી લો. હવે તેમાં પાનની બનાવેલી પ્યૂરી અને દળેલી ખાંડ ઉમેરીને મિક્સ કરી લો. તેને થોડી મિનિટ સુધી શેકી લો. છેલ્લે સૂકા ગુલાબની પાંદડી અને લીલા ફૂડ કલરના બે ટીપા ઉમેરો. બધી સામગ્રીને મિક્સ કરી લો અને 2 મિનિટ માટે ચડવા દો. ગેસની ફ્લેમ બંધ કરી દો અને મિશ્રણને એક પ્લેટમાં કાઢી લો અને ઠંડુ થવા દો.

Advertisement

સ્ટેપ 3

બાઉલમાં 1/4 કપ નારિયેળનું છીણ લો. તેમાં ગુલકંદ, ટૂટી-ફ્રૂટી અને 1 ટે. સ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને મિક્સ કરો. તો સ્ટફિંગ તૈયાર છે.

Advertisement

સ્ટેપ 4

પાનના તૈયાર કરેલા મિશ્રણમાંથી થોડું મિશ્રણ લો અને તેને થેપી દો. તેમાં નારિયેળનું તૈયાર કરેલું થોડું સ્ટફિંગ ભરો અને મોદકનો શેપ આપો. જો તમને ન ફાવતું હોય તો તમે મોદક બનાવવાના મોલ્ડમાં પણ બનાવી શકો છો. બધા મોદક તૈયાર થઈ જાય એટલે તેને 15-20 મિનિટ માટે ફ્રિઝમાં મૂકી દો અને બાદમાં બાપ્પાને ભોગ ધરાવો.

Advertisement
error: Content is protected !!