Connect with us

Offbeat

દુનિયાનાં સૌથી મોટા શોપિંગ મોલમાંથી હતો એક, પમાત્ર 33 વર્ષમાં બરબાદ થઈને બની ગયો ખંડેર

Published

on

દુનિયાનો એક એવો શોપિંગ મોલ, જેણે દુનિયા સૌથી મોટા શોપિંગ મોલનું બિરુદ હાંસલ કર્યું. પરંતુ USAના ઓહાયોનો રેન્ડલ પાર્ક મોલ માત્ર 33 વર્ષ બાદ જ બરબાદીનો ભોગ બન્યો. લગભગ 14 અબજ 96 કરોડ 27 લાખ રૂપિયાનો આ મોલ છેલ્લા 15 વર્ષથી ખાલીખમ અને ખંડેર હાલતમાં છે. એટલું જ નહીં, દુનિયાનો સૌથી મોટો મોલ હોવાની છબી પણ તેને મદદ કરી શકી નહીં.

રેન્ડલ પાર્ક મોલ 2.2 મિલિયન ચોરસ ફૂટમાં ફેલાયેલો હતો. ક્લેવલેન્ડ, ઓહયોની બહાર આવેલું નોર્થ રેન્ડલ ગામ મુખ્યત્વે રેન્ડલ પાર્ક રેસ ટ્રેકની સાઇટ પર રેન્ડલ પાર્ક મોલના નિર્માણ પહેલાં તેના રેસ ટ્રેક માટે જાણીતું હતું. આ શોપિંગ સેન્ટરમાં 200 થી વધુ દુકાનો, પાંચ મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ (સીઅર્સ, હોર્ન્સ, હિગબીઝ, મે કંપની અને જેસીપેની), ત્રણ-સ્ક્રીન સિનેમા અને 9,000 વાહનો માટે પાર્કિંગ છે.

Advertisement

તેના પ્રથમ વર્ષ દરમિયાન તેનું વેચાણ 11 અબજ 92 કરોડ 82 લાખ રૂપિયાથી વધુ હતું. પરંતુ 33 વર્ષના લાંબા સમયગાળામાં ઘણા આર્થિક પરિબળો તેને ઘૂંટણિયે લાવી દીધા. માલિકો વચ્ચેના ઝઘડાના કારણે આ મોલની દશા બદથી બદતર થઈ ગઈ, અંતે તે માત્ર રૂ. 62 કરોડ 78 લાખમાં વેચાયો.

12 માર્ચ, 2009ના રોજ 10 વર્ષથી વધુના ઘટાડા પછી મોલના પાટિયા પડી ગયા. 2015માં ઔદ્યોગિક પાર્ક માટે જગ્યા બનાવવા માટે ભૂતપૂર્વ ડિલાર્ડ સ્ટોર અને મોલના ઇન્ટીરિયર તોડી નાખવામાં આવ્યા. જો કે, 2017માં તમામ કામગીરી ઠપ્પ પડી ગઈ અને બાકીના ભાડૂતોની પણ સ્થિતિ કફોડી બની.

Advertisement

છેલ્લે માલિકોએ કરોડો રૂપિયાનું રોકાણ કરીને શોપિંગ સેન્ટર ફરી શરૂ કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ તેમાં પણ કોઈ ફાયદો થયો નહીં. વાત એમ છે કે, 1998માં શોપિંગ સેન્ટરના મેજિક જૉન્સન સિનેમાના ટ્રસ્ટી પૉલ રૉબિન્સનને એક શખ્સને ગોળી મારીને હત્યા કરી નાખી હતી અને પછી આપઘાતનો પ્રયાસ કર્યો, ત્યાં સુધીમાં તો રેન્ડલ પાર્ક મોલની પ્રતિષ્ઠા પહેલેથી જ ખરડાઈ ગઈ હતી. મોલના ઈતિહાસમાં એવી ઘણી કહાનીઓ છે જેના ગુનાઓએ સતત તેની ઈમેજને કલંકિત કરીને તેના અંજામ સુધી પહોંચાડી છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!