Chhota Udepur
એક તારીખ, એક કલાક, મહા શ્રમદાન’ કાર્યક્રમ અંતર્ગત
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
જિલ્લાના બ્લેક સ્પોટની સામુહિક સાફ સફાઇ હાથ ધરી વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ કરવામાં આવશે
રજી ઓકટોબર એટલે કે, મહાત્મા ગાંધી જયંતિને સ્વચ્છતા થકી જનઆંદોલનની ઉજવણી કરવા માટે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છ ભારત દિવસ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને શહેરી એમ સંયુકત રીતે ૧૫મી સપ્ટેમ્બર થી ૧૫મી ઓકટોબર ૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા (એસ એચ એસ)” માસ હાલ ચાલી રહેલ છે. ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૧લી ઓક્ટોબર, ૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનપ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે આપણા જિલ્લામાં આજે એટલે કે તા.૧લી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી ‘એક તારીખ, એક કલાક, મહા શ્રમદાન’ કાર્યક્રમ જીલ્લાના વિવિધ ક્ષેત્રોએ ખાતે યોજાશે.
સમગ્ર રાજ્યમાં “સ્વચ્છતા હી સેવા” (એસ. એચ. એસ) અંતર્ગત તમામ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાંથી અંદાજીત ૧૦,૦૦૦ જેટલા બ્લેક સ્પોટ એવા સ્થળોને આઇડેન્ટીફાઇ કરી, આ સ્થળોની સામુહિક સાફસફાઇ હાધ ધરવામાં આવનાર છે. બ્લેક સ્પોટ એટલે સામાન્ય રીતે જે સ્થળે ગામમાં કચરો નાખવામાં આવતું હોય તેમજ આરોગ્ય કેન્દ્ર/આંગણવાડી/શાળા વિવિધ કચેરીઓનાં પ્રાંગણ અને આજુ બાજુનો વિસ્તાર, પ્રવાસન સ્થળો, પ્રાણી સંગ્રહાલય, દરિયા કિનારા, ગૌશાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળ પાસેનો વિસ્તાર જેવા સ્થળે વધારે પ્રમાણમાં કચરો જોવા મળતો હોય છે આવા વિસ્તારોમાં સફાઈ કરી ફરીથી ગંદકી ન થાય તેની કાળજી લેવામાં આવશે.
જે અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં કૂલ ૬૧ બ્લેક સ્પોટને આઇડેન્ટીફાઇ કરવામાં આવ્યા છે. જન-ભાગીદારીથી સાફ થયેલ સ્થળ ફરીથી બ્લેકસ્પોટ ના બને તે સુનિશ્ચિત કરવા સફાઈની તરત પછી એવા સ્થળ પર જરૂરિયાત મુજબ સામાન્ય મરામત, ભિત ચિત્રો, રંગ કામ, રિસાયકલ ડસ્ટબીનની વ્યવસ્થા, વૃક્ષારોપણ જેવી પ્રવૃતિઓ દ્વારા ફરીથી બ્લેક સ્પોટ ન બને તે મુજબનું સુદ્રઢ આયોજન જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં કરવામાં આવનારું છે.
નોંધનિય છે કે, છોટાઉદેપુર જીલ્લાના વિવિધ ગ્રામ્ય કક્ષાએ ખાતે યોજાનાર સ્વચ્છતાના ઉમદા કાર્યમાં તમામ જીલ્લાવાસીઓ ઉત્સાહપુર્વક દરેક પ્રવૃત્તિઓમાં સહભાગી બને તે માટે જિલ્લા તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે.