Panchmahal

પાવાગઢમાં તૂટ્યો વિશ્રામ કુટીરનો ઘુમ્મટ કાટમાળ નીચે દબાવાથી એકનું મોત

Published

on

યાત્રાધામ પાવાગઢના ખાતે દુર્ઘટના સર્જાઈ છે. અહીં પથ્થરથી બનાવેલો ઘુમ્મટ ધરાશાયી થતાં એક મહીલાનું મોત થયું છે. જ્યારે 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. તો 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, ઈજાગ્રસ્તોમાં 2 બાળકો અને 3 મહિલાઓ પણ સામેલ છે.

Advertisement

પાવાગઢના ખાતે યાત્રાળુઓના વિશ્રામ માટે પથ્થરની કુટિર બનાવામાં આવી છે. ત્યારે બપોરના સમયે કેટલાક યાત્રાળુઓ વિશ્રામ માટે અહીં રોકાયા હતા. આ સમયે અચાનક ઘુમ્મટ ધરાશાયી થયો હતો.

આ દુર્ઘટના બાદ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જે બાદ સ્થાનિકો દ્વારા ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ ઈજાગ્રસ્તોને ખાનગી વાહનો તથા 108 મારફતે ઈજાગ્રસ્તો ને વડોદરા વધુ સારવાર માટે મોકલાયા.

Advertisement

Trending

Exit mobile version