Gujarat

સેવાલીયા ગામ નજીક જલારામ હોટલ પાસે અકસ્માત સર્જાયો એકનું મોત

Published

on

  • ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ગામ નજીક બાલાસિનોર રોડ ઉપર જલારામ હોટલ આવેલી છે જેની પાસે આજે 12 વાગે અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત નીપજ્યું હતું

પ્રાપ્ત માહિતી મુજબ માલવણ ગામે રહેતા ચંદુભાઈ વાળંદ પોતાની રીક્ષા નંબર GJ 07 YZ 7641માં શાકભાજી લઈને દરરોજ થર્મલ જતા હોય છે આજે પણ થર્મલ જવા નીકળ્યા હતા જ્યાં સેવાલીયા ગામ જલારામ હોટલ પાસે સામેથી આવતી પિકઅપ ડાલા નંબર GJ 07 YZ 5078 ના ચાલકે રોડ સાઈડથી આવી રીક્ષાને આગળથી ટક્કર મારી હતી

One person died in an accident near Jalaram Hotel near Sevaliya village

જેમાં રિક્ષાનો કુચો થઈ ગયો હતો અને શાકભાજી વેરવિખેર થઈ ગઈ હતી જ્યાં રિક્ષાચાલક ચંદુભાઈને ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અકસ્માત થતા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા ત્યારબાદ ઘટનાસ્થળે સેવાલીયા પોલીસ પહોંચી મૃતકની બોડીને પીએમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર

Advertisement

Trending

Exit mobile version