Chhota Udepur
છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો
પ્રતિનીધી, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુરમાં એલ.સી.બી પોલીસે ઘેલવાંટ ગામ તરફ જવાના રોડ ઉપરથી માઉઝર પિસ્તોલ સાથે એક ઈસમની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વિ.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને અંગત ચોક્કસ બાતમી મળી હતી કે, ઘેલવાંટ ગામ તરફ જવાના રોડ ઉપર એક ઇસમ દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ ગેરકાયદેસર રીતે સંતાડી રાખેલ હોવાની હકિકત અનુસંધાને વિ.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે બાતમી હકિકતવાડી જગ્યાએ જઇ એક ઇસમને ઝડપી પાડી તેની અંગ ઝડતી તપાસ કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ મળી આવેલ જેથી સદરી ઇસમ પાસેથી લાયસન્સ પરવાના અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી પકડાયેલ ઇસમ મોઇન ઇલમુદીન ગોહિલ રહે. નટવરપુરા છોટાઉદેપુર સામે આર્મ્સ એકટ કલમ ૨૫(૧)(બી)(એ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.