Gujarat

RTO લુણાવાડા ખાતે ટુ વ્હિલર તથા ફોર વ્હિલર વાહનોના ફેન્સી નંબરની ઓનલાઇન હરાજી શરૂ

Published

on

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, લુણાવાડા મહિસાગરની અખબારી યાદીમાં જણાવ્યાનુસાર મહિસાગર જિલ્લાની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, આગામી નવા રજીસ્ટર થતા ટુ વ્હિલર(મોટર સાઇકલ) સીરીઝ GJ૩૫-K, Gj૩૫-L અને GJ૩૫-M તથા ફોર વ્હિલર GJ૩૫-h અને GJ૩૫-N વાહનોના બાકી રહેલ ફેન્સી નંબરની ઓનલાઇન હરાજી શરૂ કરવામાં આવનાર છે. જેથી ઓનલાઇન હરાજીનો મહત્તમ લાભ લેવા જણાવવામાં આવે છે.

ઇ-ઓકશન પ્રક્રિયા ઓનલાઇન હરાજી કરવાની તારીખ ૨૪/૧૨/૨૦૨૨ થી ઓનલાઇન હરાજી કરવાની છેલ્લી તારીખ ૨૯/૧૨/૨૦૨૨ સાજે ૦૪:૦૦ કલાક સુધી રહેશે.ઇ-ઓકશન શરૂ તારીખ ૨૯/૧૨/૨૦૨૨, થી અને ઇ-ઓક્શન સમાપ્ત તારીખ ૩૧/૧૨/૨૦૨૨ સાંજે ૦૪:૦૦ કલાક સુધી રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે Https://vahan.parivehan.gov.in/fancy પર નોંધણી યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીના પરિપત્ર ક્રમાંક નં.આઇ.ટી/પસંદગી નંબર/Online auction/૭૪૨૧ તા.૧૨/૧૦/૨૦૧૭ Appendix-A(આ સાથે સામેલ છે) ની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે અરજદારએ હરાજીની પ્રક્રિયા પુરી થયાના ૫ દિવસમાં બીડ અમાઉન્ટના નાણા જમા કરાવવના રહેશે.અરજદાર જો આ નિયત મર્યાદામ નાણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ રકમને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે જેમાં અરજદાર કોઇ વાંધો લઇ શકશે નહીં.અસફળ અરજદારએ રીફંડ માટે જે તે અરજદારના ખાતામાં SBI e-pay દ્વારા અત્રેની કચેરી દ્વારા પરત કરવામાં આવશે.
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર

Advertisement

Trending

Exit mobile version