Gujarat

અગ્નિવીરવાયુ ભરતી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ

Published

on

ભારતીય વાયુસેના દ્વારા યોજાનાર અગ્નિપથ યોજના (અગ્નિવીરવાયુ) ભરતી ૦૨/૨૦૨૩ ઇન્ટેકમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે ૩૧ માર્ચ ૨૦૨૩ https://agnipathvayu.cdac.in પર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ છે. આ ભરતીમાં તા.૨૬.૧૨.૨૦૦૨ થી તા.૨૬.૬.૨૦૦૬ વચ્ચે જન્મેલા તેમજ ૧૫૨.૫ સે.મી ઉંચાઈ ધરાવતા સ્ત્રી પુરુષ અપરિણીત ઉમેદવારો સાયન્સ સબ્જેક્ટ સાથે માન્ય બોર્ડમાંથી ૧૦+૨ એચ.એસ.સી પાસ કર્યું હોય અને જેમાં મેથેમેટિક્સ, ફીઝીક્સ અને ઈંગ્લીશ સાથે ૫૦ ટકા હોવા જોઈએ. ઇંગ્લિશમાં પણ ૫૦ ગુણ હોવા જરૂરી છે. ડીપ્લોમા એન્જી. (મીકેનીકલ, ઇલેક્ટ્રિક, ઈલેક્ટ્રોનિક, ઓટોમોબાઇલ, કોમ્પ્યુ સાયન્સ, ઇન્સ્ટ્રુમેન્શન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે ૫૦ ટકા માન્ય પોલીટેકનીક કોલેજમાં પાસ થયા હોવા જોઇએ. ડીપ્લોમામાં અથવા એસએસસી કે એચએસસીમાં ઇંગ્લીશ સબ્જેક્ટમાં ૫૦ ગુણ હોવા જોઈએ. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ અને એડમિટ કાર્ડ મેળવેલ ઉમેદવારોની પ્રથમ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. તેમાં મેરીટમાં આવેલ ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ આપવામાં આવશે.

જેમાં નક્કી કરેલ એરમેન સિલેકશન સેન્ટર ખાતે લેખિત પરિક્ષા યોજવામાં આવશે. તેમાં પાસ થયેલ ઉમેદવારની ફીઝીકલ ટેસ્ટ ( પુરષ ઉમેદવાર માટે ૧૬૦૦ મિટર દોડ ( ૭ મીનીટમાં), ૧૦ પુશઅપ, ૧૦ સીટઅપ, ૨૦ સ્કોટસ (૧ મિનીટમાં ) તેમજ સ્ત્રી ઉમેદવાર માટે ૧૬૦૦ મિટર દોડ ( ૭ મીનીટમાં), ૧૦ સીટઅપ, ૧૫ સ્કોટસ (૧ મિનીટમાં ), કરવાના રહેશે. તેમાં પાસ થયેલ ઉમેવારએ એડેપ્ટીબીલીટી ટેસ્ટ ૧ અને એડેપ્ટીબીલીટી ટેસ્ટ ૨ માં પાસ થવાનું રહીશે.
ઓનલાઇન પરિક્ષા માટે ઉમેદવારોએ રૂ. ૨૫૦ ફી ભરવાની રહેશે. ઉમેદવારોના ઈમેલ આઈ.ડી અને મોબાઈલ નંબર પર પરીક્ષાને લગતી સૂચનાઓ આપવામાં આવશે. ઓનલાઈન રજીસ્ટ્રેશ અને ઓનલાઈન અરજી કરવા અંગે વધુ માહિતી વાયુસેનાની https://agnipathvayu.cdac.in. વેબસાઈટ પર નિયમિત જોવા તેમજ વધુ માર્ગદર્શન માટે મદદનીશ નિયામક રોજગારની કચેરી, પહેલો માળ, આઈ ટી સી બિલ્ડીંગ, આઈ.ટી.આઈ.કેમ્પસ ,તરસાલી, વડોદરાનો સંપર્ક કરવા તેમજ રોજગાર કચેરીના હેલ્પ લાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા રોજગાર અધિકારી વડોદરાની યાદીમાં જણાવાયું છે.

Advertisement

Trending

Exit mobile version