Gujarat

વડાપ્રધાનનાં “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમમાં સહભાગી થવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
      (અવધ એક્સપ્રેસ)
ભારત સરકાર દ્વારા માનનીય વડાપ્રધાનનાં ઈન્ટકરએક્ટીવ કાર્યક્રમ “પરીક્ષા પે ચર્ચા”ની સાતમી આવૃતિ જાન્યુઆરી/ફેબ્રુઆરી ૨૦૨૪માં ટાઉનહોલ ફોર્મેટ, ટાલકટોરા સ્ટેડિયમ, ન્યુ દિલ્હી ખાતે યોજાનાર છે.
આ કાર્યક્રમમાં ધોરણ ૬ થી ૧૨નાં વિદ્યાર્થીઓ, તેમનાં માતા-પિતા અને શિક્ષકો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ શકે છે. જેનો ઉદ્દેશ્ય આવનારી બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓ નિર્ભયપણે આત્મવિશ્વાસ પૂર્વક આપી શકે તે માટેનો છે. જેમાં વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી વિદ્યાર્થીઓ જોડે ચર્ચા કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે તા. ૧૨/૧૨/૨૦૨૩થી તા.૧૨/૦૧/૨૦૨૪ દરમ્યાન https:/innovateindia.mygov.in/ppc-૨૦૨૪ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે તેમજ MCQ આધારિત પ્રશ્નોની સ્પર્ધામાં ભાગ લઈને પ્રશ્નો પૂછી શકે છે. જેનો ઈન્ટ રએક્ટીવ કાર્યક્રમમાં સમાવેશ થઈ શકે છે. તમામ સહભાગીઓને નિયામક, NCERT દ્વારા સહી કરેલ પ્રમાણપત્ર આપવામાં આવશે. આથી આ કાર્યક્રમમાં મહત્તમ સંખ્યામાં વિદ્યાર્થીઓ , શિક્ષકો તથા વાલીઓને જોડાવા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા અનુરોધ કરાયો છે.

Trending

Exit mobile version