Uncategorized

પાવીજેતપુર સનરાઈઝ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ઓલિમ્પિક્સ ૨૦૨૪નો શુભારંભ

Published

on

 

પ્રતિનિધિ, કાજર બારીયા

Advertisement

અવધ એક્સપ્રેસ, તા.૨૬

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાની નામાંકિત સનરાઈઝ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં, સ્કૂલ ઓલિમ્પિક્સ -૨૦૨૪ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાવીજેતપુર તાલુકાના એ.એસ.આઇ અર્જુનસિંહ સોલંકી મુખ્ય અતિથિ વિશેષ રહ્યા હતા સાથે સાથે શાળાના પ્રમુખ કૌશિકકુમાર નગીનલાલ શાહ તેમજ શાળાના અંગ્રેજી માધ્યમના આચાર્ય કૃણાલભાઈ જૈન અને  ગુજરાતી માધ્યમના આચાર્ય દામીની બેન શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક સિમ્બોલ રિલેટેડ અને અકસ્માત ના થાય તે માટે ટ્રાફિકના કયા રૂલ્સ કેવી રીતે ફોલો કરવા તેની પણ ખૂબ વિશેષ જાણકારી આપવામાં આવી આ બાળકો નામે ખત્રી આતીફ ગુલામ ફરીદભાઈ તેમજ વણકર દેવરાજ દિનેશભાઈ જે બંને વિદ્યાર્થીઓએ ટ્રાફિકના ચિન્હોની ખૂબ જ સારી એવી માહિતી આપી હતી અર્જુનસિંહ સોલંકી  અને શાળાના પ્રમુખ કૌશિક કુમાર શાહ  દ્વારા લીલી ઝંડી આપી વિદ્યાર્થીઓની રમત નો શુભારંભ કરાવવામાં આવ્યો જેમાં આજરોજ અવનવી ગેમ જેવી કે રેસિંગ, સ્લોસાઇકલ, બુક બેલેન્સિંગ, કોથળા દોડ, ફ્રોક જમ્પિંગ, વિધ્ન દોડ દિવ્યાઓ નવી ગેમ રમી જેમાં વિજેતા વિદ્યાર્થીઓનું શાળાના આચાર્ય કૃણાલ ભાઈ જૈન તેમજ અંગ્રેજી માધ્યમના સારસ્વત સ્ટાફ  દ્વારા મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version