Gujarat
રામપુરાની સીમમાં અફીણનું ખેતી ઝડપાઇ અફીણના 400 છોડ કબજે લેવાયા

એફએસએલની ટીમ દોડી જઇને સેમ્પલ લેવામાં આવ્યા
– અફીણની ખેતી કરનાર શખ્સની અટકાયત : તમાકુના પાક વચ્ચે અફીણની ખેતી કરવામાં આવી
આણંદ : આણંદ જિલ્લાના રામપુરા સીમ વિસ્તારમાં અફિણનું ખેતી પકડાઇ છે. જેમાં પોલીસે ૪૦૦ છોડ કબજે લીધા છે અને એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.આ ઘટનાને પગલે એફએસએલની ટીમો દોડી જઇને સેમ્પલ લીધા હતા.
જિલ્લાના રામપુરા ગામની સીમમાં આજે પોલીસે રેડ કરી હતી જેમાં તમાકુના પાકની વચ્ચે અફીણનું વાવેતર મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી આંકલાવ તાલુકામાં પ્રથમ વખત મોટા પ્રમાણમાં અફિણનું વાવેતર ઝડપાયું છે. જેમાં પોલીસે બાતમીના આધારે ખેતરમાં દરોડા પાડતા દોડધામ મચી હતી અને તમાકુના પાકની વચ્ચેથી અફિણના ૪૦૦ જેટલા છોડ મળી આવ્યા હતા.
આ બનાવને પગલે પેટલાદ ડીવાયએસપી, સીપીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.આ મામલે એફએસએલની ટીમે ઘટના સ્થળે દોડી જઇને દોડી જઇને સેમ્પલ લીધા હત. આ મામલે અફિણની ખેતી કરનારની પોલીસે અટકાયત પણ કરવામાં આવી હતી. જોકે. પોલીસે ગુનો નોધવા સહિતની કાર્યવાહી મોડી સાંજે હાથ ધરવામાં આવી હતી.
બ્યુરો રિપોર્ટ બસર ચિશ્તી આણંદ..