Ahmedabad

અમદાબાદ AMTS ને થયેલા અર્થિક નુકસાન ની સામે પેનલ્ટી વસુલીને નુકસાનને સરભર કરવા વિપક્ષ નેતાની માંગ

Published

on

૭૬ વર્ષ અગાઉ અમદાવાદ શહેરના લોકો માટે શરૂ ક૨વામાં આવેલી લાલ બસ એટલે કે અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વીસ ના માથે હાલમાં ૩૮૭૦ કરોડ જેટલુ અમદાવાદ મ્યુનિ.કો.નું જંગી આર્થિક દેવુ છે આ દેવાની સ્થિતિ માટે એએમટીએસ ની બસો જે ખાનગી ઓપરેટરોને ચલાવવા પધરાવી દેવામાં આવી છે તે મુખ્ય કારણ છે અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સવીર્સમાં હાલમાં કથળી રહેલી આર્થિક પરિસ્થિતિને વચ્ચે તંત્ર તરફથી જે આંકડાકીય વિગતો આપવામાં આવી છે તે ખુબ જ ચોકાવનારી અને આધાતજનક છે છેલ્લા ત્રણ વર્ષમાં એએમટીએસ દ્વારા ખાનગી ઓપરેટરોને સી.એન.જી. અને પેટ્રોલ ડીઝલ આધારીત જે બસો ચલાવવા માટે આપવામાં આવી હતી તેની આવક અને ખર્ચની વિગતો વચ્ચે ધણુ મોટો તફાવત જોવા મળી રહયો છે આ તફાવતને ધ્યાનમાં લઇ ઓપરેટરો પાસેથી એએમટીએસ ને થયેલા અર્થિક નુકસાન ની સામે પેનલ્ટી વસુલીને નુકસાનને સરભર કરવામાં આવે તેવી વિપક્ષ નેતા શહેઝાદખાને પઠાણે માંગણી કરી છે.

વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩ સુધીમાં ખાનગી ઓપરેટરોને પેટ્રોલ ડીઝલ અને સીએનજી આધારીત જે બસો ચલાવવા માટે આપી હતી તે પાછળ એએમટીએસ દ્વારા રૂ. ૩૯૭.૯૯ કરોડ જેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો બીજીતરફ ત્રણ વર્ષમાં ખાનગી ઓપરેટરો દ્વારા સંચાલીત બસો પેટે એએમટીએસ ને રૂ.૧૨૮.૮૬ કરોડ જેટલી આવક થઇ હતી આમ એએમટીએસ ની હાલત ધાટ કરતા ધડામણ જેવી થવા પાછળ ખાનગી ઓપરેટરો દ્વારા દોડાવવામાં આવતી એએમટીએસ ની બસોનું સંચાલન જવાબદાર છે ત્રણ વર્ષની ખાનગી ઓપરેટરોને બસ ચલાવવા માટે આપ્યા બાદ પણ એએમટીએસ ને રૂ.૨૬૯.૧૩ કરોડ જેટલી જંગી ખોટ સહન કરવી પડી છે.
અમદાવાદ મ્યુનિ.કો. દ્વારા શહેરમાં વધતા જતા પ્રદુષણને નિયંત્રીત કરવા માટે ત્રણ વર્ષ અગાઉ ઇલેકટ્રીક વ્હીકલ ચાર્જીંગ પોલીસીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કમનસીબી તો એ વાતની છે કે ખુદ મ્યુનિ.કો. હસ્તકની એએમટીએસ જેવી સંસ્થા પાસે પોતાની માલીકીની કે ખાનગી ઓપરેટરોની એક પણ ઇલેકટ્રીક બસ હાલમાં નથી વર્ષ ૨૦૨૧-૨૨ ના એએમટીએસના બજેટમાં ૫૦ જેટલી ઇલેકટ્રીક બસ ખરીદવાની જાહેરાત કરવામાં આવી હતી જે કાગળ ઉપર રહયા છતા વર્ષ ૨૦૨૩-૨૪ ના એએમટીએસ ના બજેટમાં ફરી એક વખત ૧૦૦ જેટલી ઇલેકટ્રીક બસ ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

છેલ્લા કેટલાક વર્ષોથી એએમટીએસ વહીવટી તંત્રની જે પરંપરા રહી છે તે મુજબ સંસ્થા દ્વારા વિવિધ ગ્રાન્ટ હેડ હેઠળ જે નવી બસોની ખરીદી કરવામાં આવે છે તે સીએનજી આધારીત હોય છે નવી બસોની ખરીદી પાછળ કરોડો રૂપીયાનો ખર્ચ કર્યાબાદ પણ એએમટીએસ ને આર્થિક નુકસાન સહન કરવું પડતુ હોય તો આનાથી કોઇ મોટી શરમજનક બાબત મ્યુનિ. કો. ના વર્તમાન ભાજપના સત્તાધીશો માટે કોઇ હોઇ ન શકે. વર્ષ ૨૦૧૬ ૧૭ તથા ૨૦૧૭ ૧૮ માં ૮ મીની બસ અને ૭૫ મીડી બસ ખરીદવામાં આવી અને ૩૧ ડીસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૯૨ મીડી બસ ખરીદવામાં આવી હતી એએમટીએસ દ્વારા છેલ્લા ૫ વર્ષમાં ૩૧ ડીસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૧૭૫ જેટલી બસ ખરીદવામાં આવી હતી આ તમામ બસો ભાજપના મળતીયા માનીતા ખાનગી ઓપરેટોને ચલાવવા માટે પધરાવી દેવામાં આવી છે. વિપક્ષ તરીકે અમારી માંગણી છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ખાનગી ઓપરેટરોને ડીઝલ, પેટ્રોલ અને સીએનજી આધારીત જે બસો ચલાવવા માટે આપવામાં આવી હતી તે પેટે એએમટીએસ ને થયેલા ૨૭૦ કરોડ રૂપીયાના આર્થિક નુકસાન ની ભરપાઇ આ ઓપરેટરો પાસેથી પેનલ્ટી વસુલ કરીને અથવા તો બસ સંચાલન માટે તેમને આપવામાં આવતા પેઇમેન્ટ માથી સંસથાને થયેલા આર્થિક નુકસાનને સરભર કરવામાં આવે.
* એ.એમ.ટી.એસ.ની આર્થિક સ્થિતિ કથળવા પાછળ ખાનગી ઓપરેટરો જવાબદાર એ.એમ.ટી.એસ.ને ખોટના ખાડામાં ધકેલનારા ઓપરેટરો પાસેથી પેનલ્ટી વસુલવા વિપક્ષ નેતાની માંગ

Advertisement

Trending

Exit mobile version