Gujarat

ફરારી સાત આરોપીઓને તા.૧લી ઓગસ્ટના રોજ હાજર થવા ફરમાન

Published

on

આરોપી મનુભાઈ ઉર્ફે મણીલાલ મેલાભાઈ વસાવા, જીવીબેન મેલાભાઈ વસાવા, રાકેશ મનુભાઈ વસાવા,શંકર મનુભાઈ વસાવા, વિજય મનુભાઈ વસાવા, વિનોદ મનુભાઈ વસાવા, શિવાભાઇ મનુભાઈ વસાવા અને સતીષ ગીરીશભાઈ વસાવા રહે, વારસિયા, સંજયનગર, મહાકાળી મહોલ્લો, વડોદરાનાઓ વિરૂધ્ધમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનાની તપાસ દરમ્યાન આરોપીઓની ગુનાના કામે તપાસ કરતા આરોપીઓ મળી આવેલ ન હોવાથી આરોપીઓને નામદાર કોર્ટમાંથી CRPC  કલમ ૭૦ મુજબ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા સિટી પોલીસ આરોપીઓ સામે ઈ.પી.કો. કલમ- ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૮૬, ૩૦૭, ૩૩૨ અને ૫૦૪ હેઠળ શિક્ષપાત્ર ગુનો કર્યો છે.આ ઇસમોની ધરપકડ માટે વોરંટ કાઢવામાં આવ્યું છે. આરોપીઓ વોરંટ પોતાના ઉપર બજે નહી એટલા માટે સંતાતા ફરે છે.

એક જાહેરનામા દ્વારા આરોપીઓને તા.૦૧/૦૮/૨૦૨૪ ના રોજ છઠ્ઠા એડિશનલ સિવિલ જજ અને જ્યુ.મેજી.ફ.ક.  સમક્ષ વડોદરા સિવિલ કોર્ટ ખાતે હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version