Connect with us

Surat

અંગદાન શ્રેષ્ઠ દાન સુરત ના ભીમાણી પરિવારના મોભીનુ અંગદાન

Published

on

Organ donation best donation Organ donation by Mobhi of Bhimani family of Surat

(સુનિલ ગાંજાવાલા દ્વારા)
“જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ત્રીજું અંગદાન પટેલ સમાજના ભીમાણી પરિવારના મોભીનુ બંને કીડની અને ચક્ષુઓનું દાન યુનિટી હોસ્પિટલમાંથી કરાવવામાં આવ્યું”
આશરે ત્રણેક દિવસ અગાઉ સામાન્ય તાવની ફરિયાદ હતી, જેથી સૌ પ્રથમ તેઓએ ફેમેલી ડોક્ટરની સલાહ લીધી હતી, ત્યાં તેઓએ લેબોરેટરી ના રીપોર્ટ કરાવ્યા હતા, તે રીપોર્ટ નોર્મલ આવ્યા હતા પરંતુ ડોક્ટરને તેઓની હિસ્ટ્રી જોડે રીપોર્ટ મેચ નહી થતા, બીજી કોઈ તકલીફ હશે તેવું લાગતું હતું, જેથી એમ.ડી. ડોક્ટરને બતાવી યોગ્ય સલાહ અને સારવાર લેવાનું જણાવ્યું હતું, ત્યાંથી તેઓ ડો. મહેશ સુતરીયા (મંગલદીપ હોસ્પિટલ) ને બતાવ્યું હતું, ડોકટરે તેઓને દાખલ કરીને સારવાર શરુ કરી હતી, તે દરમ્યાન તેઓને ચક્કર આવવાની ફરિયાદ થઈ હતી, જેથી ડોકટરે દર્દીને વિશેષ સારવાર માટે સુરતની યુનિટી હોસ્પીટલમાં દાખલ થવા સૂચન કર્યું હતું

Organ donation best donation Organ donation by Mobhi of Bhimani family of Surat

યુનિટી હોસ્પીટલમાં નથુભાઈ મકોડભાઈ ભીમાણીને ડો. મહેશ સુતરીયા (ઇન્ટેસ્ટીવીસ્ટ), ડો. જીગ્નેશ ધામેલીયા (ન્યુરોફીઝીશ્યન) , ડો. જયદીપ હિરપરા (નેફ્રોલોજીસ્ટ) દ્વારા તેઓને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
નથુભાઈ મકોડભાઈ ભીમાણીના પરિવાર જનોને સમાચાર મળતા તેમના બંને દીકરા મયુરભાઈ ભીમાણી, હિતેશભાઈ ભીમાણી અને પત્ની. રાધાબેન નથુભાઈ ભીમાણી દ્વારા અંગદાન અંગે સંકલ્પ કરાયો. પરિવાર દ્વારા પરિચિત અશોકભાઈ મનજીભાઈ કાકડિયાના માધ્યમથી જીવનદીપ ઓર્ગનડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પી.એમ.ગોંડલિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, તેમના પરિવારના તમામ સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પ્રક્રિયા સમજાવી માહિતી આપવામાં આવી હતી. શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ તો આપ આગળ વધો આ પ્રક્રિયા માટે. પરિવારજનોની સંમતી મળતા સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ(સોટો) નો સંપર્ક કરી કીડની અને લીવર દાન માટે જણાવ્યું હતું. પરંતુ લીવરના રીપોર્ટ યોગ્ય નહીં જણાતા કિડની અને ચક્ષુદાન નો નિર્ણય લેવાયો હતો.

Advertisement

Organ donation best donation Organ donation by Mobhi of Bhimani family of Surat

 

ગુજરાત સરકારની સોટો સંસ્થા દ્વારા ડો. પ્રાંજલ મોદી, પ્રિયાબેન શાહ, ડો.કલ્યાણ વિજય, ડૉ. અખિલ કાંદપરા, ડૉ. મોહક સિંહ, ડો. નિધિ સરસ્વતી, મિત બ્રધર, ધવલ બ્રધર, અજયભાઈ , જીજ્ઞેશભાઈ અને ટિમ IKRDC દ્વારા બે કીડનીનું દાન સ્વીકારવામાં આવ્યું હતું, અને બંને આંખનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુ બેંક સુરતના ડૉ. પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું.
આશરે ૧૯૫ મીનીટમાં કીડની અમદાવાદમાં પહોંચાડવા માટે સુરતની યુનિટી હોસ્પિટલ થી IKDRC હોસ્પિટલ, ન્યુ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ સુધીના ૨૬૧ km માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર મળ્યો હતો.

Advertisement

Organ donation best donation Organ donation by Mobhi of Bhimani family of Surat

અંગદાન કરવાની સમગ્ર પ્રકિયામાં જીવનદીપ ઓર્ગનડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર- પી.એમ.ગોંડલિયા, વિપુલ તળાવીયા, ડૉ. અમિત પટેલ (ચેરમેન, યુનિટી હોસ્પિટલ), ડો. હિરેન ઈટાલીયા, સુનીલ કાકડિયા, અંકિત કળથીયા, ડો. ગૌતમ સિહોરા, ડો.મિતુલ પટેલ, સંજય તળાવીયા, ડો.પૂર્વેશ ઢાંકેચા, બીપીન તળાવીયા, વિપુલ કોરાટ, પરાગ ખત્રી, પાર્થ ગઢિયા, કમલેશ કાતરીયા, વિજય સાવલિયા, પીયુષ વેકરીયા, જસ્વિન કુંજડીયા, નીતિનભાઈ ધામેલીયા, હાર્દિક ખીચડીયા, સાગર કોરાટ અને સમગ્ર યુનિટી હોસ્પિટલ સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું.
ઓર્ગનડોનેશન સમય સર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ગણતરીની મીનીટોમાં સમગ્ર ગ્રીનકોરીડોર માટે સુરત, ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરીડોરની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
વિશેષ પી.એમ.ગોંડલિયા અને વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે , અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ , ઈલેક્ટ્રોનિક મીડિયા, OTT પ્લેટફોર્મ અને વિવિધ સોશ્યલ મીડિયાનો ખુબજ સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે જેથી આ ત્રીજીવાર સંસ્થાના માધ્યમથી ઓર્ગન ડોનેશન કરાવવામાં આવ્યું હતું.
માહિતી અર્પણકર્તા: વિપુલ તળાવીયા-જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ

Advertisement
error: Content is protected !!