Chhota Udepur
છોટાઉદેપુરમાં જિલ્લા કક્ષાનાં નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, છોટાઉદેપુર દ્વારા જિલ્લા કક્ષાનાં નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયુજન કરવામાં આવનાર છે. જેમાં વય ગૃપ ૧૪ થી ૩૫ વર્ષ અને વય ગૃપ ૧૪ થી ૪૦ વર્ષ સુધી રહેશે તેમજ ૧) પ્રાચીન ગરબા ૨) અર્વાચીન ગરબા ૩) રાસ એમ ત્રણ વિભાગ હોવાથી ભાગ લેવા માંગતી શાળાઓ, સંસ્થાઓએ તા. ૧૧/૧૦/૨૦૨૩ સુધીમાં પોતાની ટીમની એન્ટ્રી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, એફ-૫, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન,છોટાઉદેપુર ખાતે મોકલી આપવાની રહેશે.