Surat
મહાનગરપાલિકા કક્ષાએ મીલેટ સ્પર્ધા શ્રી અન્ન સ્પર્ધા નું આયોજન
સુનિલ ગાંજાવાલા
સુરત મહાનગરપાલિકા સંચાલિત આઈ.સી.ડી.એસ. વિભાગમાં સેજા કક્ષાએ મીલેટ સ્પર્ધા “શ્રી અન્ન સ્પર્ધા” નું આયોજન1 જુલાઈ થી 8 જુલાઈ દરમિયાન કુલ 44 સેજામાં કરવામાં આવેલ, જેમાં કુલ 1060 આંગણવાડી કાર્યકર બહેનોએ ભાગ લીધો જ્યારે ઘટક કક્ષાએ મીલેટ સ્પર્ધાનું આયોજન 10 જુલાઈ થી 15 જુલાઈ દરમિયાન કુલ 9 ઘટકમાં કરવામાં આવેલ, જેમાં કુલ 140 આંગણવાડી કાર્યકર બહેનોએ ભાગ લીધો હતો.સુરત મહાનગરપાલિકાનાં ડે. મ્યુ.કમિશનર, ડો.ગાયત્રીબેન જરીવાલાએ સેજા, ઘટક, જિલ્લા કક્ષાએ ઉજવેલ મિલેટ કોમ્પીટીશનમાં ભાગ લેનાર તમામ આંગણવાડી કાર્યકર બહેનોને અભિનંદન પાઠવ્યા. ઉપરાંત જંકફૂડથી સ્વાસ્થ્યને થતા નુકશાન અંગે સમજ આપી મિલેટ્સના ફાયદા અંગેની સમજ આપી.
આ સ્પર્ધામાં કોર્પોરેટર વૈશાલીબેન શાહ, કેયુરભાઈ ચપટવાલા, UCD વિભાગના પ્રોગ્રામ ઓફિસર રણછોડભાઈ પટેલ, રાંદેર હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર સંજયભાઈ ટંડેલ ઉપરાંત નિર્ણાયક તરીકે સ્કુલ ઓફ સાયનસ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટનાં હેડ મનિષાબેન વ્યાસ હાજર રહ્યા હતા.3 થી 6 વર્ષના બાળકો દ્વારા પ્રાર્થનાગીત પ્રસ્તુત કરવામાં આવ્યું. મનિષાબેન વ્યાસએ કહ્યું, રોજના આહારમાં વપરાશ કરશો તો સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર થશે તેમણે મિલેટ્સ માટે ૩ A – Accessibility , Availability , Affordable તું સૂત્ર આપી કાર્યક્રમમાં ભાગ લેવા બદલ અને મિલેટ્સમાંથી સરસ વાનગીઓ તૈયાર કરવા બદલ આંગણવાડી કાર્યકર બહેનોની પ્રશંસા કરી. 3 થી 5 વર્ષની બાળકી દ્વારા સ્વાગતગીત અને અભિનય ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યો. પ્રસ્તુત મહાનુભાવો દ્વારા મહાનગરપાલિકા કક્ષાએ, ઘટક કક્ષાએ અને સેજા કક્ષાએ પ્રથમ વિજેતાઓનું સર્ટીફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું. અંતમાં આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.હરીશ સોંધરવા દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી.