Gujarat

હાલોલની પ્રાથમિક શાળાઓમા SMC અને SMDC ના સભ્યો ની રાજ્ય કક્ષાએ થી ઓનલાઇન તાલીમ નું આયોજન

Published

on

(દિપક તિવારી દ્વારા)
આજરોજ સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં SMC અને SMDC ના સભ્યો ની રાજ્ય કક્ષાએ થી ઓનલાઇન તાલીમ નું આયોજન થયેલ હતું .જેના અનુસંધાને આજરોજ હાલોલ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અને સરકારી માધ્યમિક્ શાળાઓમાં એસએમસીના સભ્યો માટે બાયસેગના માધ્યમથી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએથી વિવિધ શાળાઓમાં તાલીમ અન્વયે ક્રોસ મોનીટરીંગ નું આયોજન કરવામા આવેલ હતું..

જેમાં તાલુકા કક્ષાએથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સોનલબેન, બી આર સી કો.ધર્મેન્દ્રભાઈ તમામ સી આર સી કો. ઓ તમામ આ.ઇ.ઇ . ડી કર્મચારીઓ , બીટ કેળવણી નિરીક્ષક HTAT આચાર્ય તેમજ સમગ્ર શિક્ષા હાલોલ નો તમામ સ્ટાફ એ વિવિધ શાળાઓ માં જઈને માર્ગદર્શન આપ્યું હતું. આંકડાકીય માહિતી પ્રમાણે જોઈએ તો તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં કુલ 2620 જેટલા એસએમસીના સભ્યોએ તાલીમ મેળવી હતી જ્યારે માધ્યમિક શાળાઓમાં કુલ 60 જેટલા એસએમડીસી ના સભ્યોએ તાલીમ મેળવી હતી આ તાલીમમાં રાજ્યકક્ષાએથીી વિવિધ તજજ્ઞો દ્વારા શાળાકીય શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

Advertisement

Trending

Exit mobile version