Connect with us

Gujarat

લોર્ડ્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન

Published

on

Organization of Science Exhibition at Lord's English Medium School

આજરોજ લોર્ડ્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં શાળાના ટ્રસ્ટી કેતનભાઇ પટેલ, ઉર્મિબેન પટેલ, આચાર્ય દીનાબેન ભટ્ટી, શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ તથા વાલીઓના સહકારથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિજ્ઞાન પ્રદર્શન માં ભાજપ ના રાજકોટ શહેર પ્રમુખ તરીકેની ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવનાર તેમજ ઢોલેરા મુકામે ‘દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ’ નું સફળ સંચાલન કરનાર મુકેશભાઈ દોશી તથા ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદ રાષ્ટ્રીય સચિવ સોનલબેન ડાંગરિયા ના હાથે ખુલ્લું મુકાયું હતું. અને આ પ્રદર્શનને રાજકોટ શહેર વોર્ડ નંબર ૯ ના કોર્પોરેટર આશાબેન ઉપાધ્યાયની ઉપસ્થિતિ હતી અને આ અતિથિ ઓની હાજરીએ આ વિજ્ઞાન પ્રદર્શનને એ ચાર ચાંદ લગાવી દીધા હતા.

Organization of Science Exhibition at Lord's English Medium School

આ પ્રદર્શનમાં વિજ્ઞાનના અલગ અલગ પ્રયોગોને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાં અનેક બીમારીને ધ્યાનમાં રાખીને હેલ્થ ઇઝ વેલ્થ’ ‘ફૂડ પિરામિડ’ જેવા પ્રોજેક્ટ સ્થાન અપાયું હતું. પાણી સંબંધિત ‘વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ’ ‘વોટર પ્યુરીફાઈડ’ પ્રોજેક્ટ લીધા હતા. તો આ સાથે સાથે માણસના શરીરના અંગોનું મહત્વ બતાવતા પ્રોજેક્ટ ‘સેન્સ ઓર્ગન’, ‘હ્યુમન ઓર્ગન’ જેવા પ્રયોગનો પણ સમાવેશ કર્યો છે. આ સાથે સાથે ‘ટાઈપ ઓફ હાઉસ’ અને ‘લેન્ડસ ફોર્મ’, ‘લેયર્સ ઓફ અર્થ’ ને પણ સ્થાન અપાયું હતું. આ ઉપરાંત ભારતના રાજ્ય તથા રાજધાનીને બતાવતું સ્ટેટ એન્ડ કેપિટલ’ પ્રોજેક્ટન નો પણ સમાવેશ કરવો છે. તો આ બધામાં આજની આગવી વિશેષતા ધરાવતા કમ્પ્યુટરને કેમ બાકી રખાય ? કમ્પ્યુટરના પણ ‘આઇપીઓ સાયકલ’, ‘કોડિંગ’ સાથે સાથે બીજા ઘણા પ્રોજેક્ટ તથા વિવિધ ગેમનું આયોજન કરવામાં આવેલ હતું.

Advertisement

આ પ્રદર્શનમાં અમારા વિસ્તારની અન્ય શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્ય, જનતા અને ખાસ વિજ્ઞાન પ્રેમીઓએ મુલાકાત લીધી હતી . આટલો અકલ્પનીય પ્રતિભાવ મળતા અમારી શાળાના ટ્રસ્ટીઓ આચાર્ય શિક્ષકો તથા વિદ્યાર્થી ગણ ખૂબ જ પ્રસન્ન થયા હતા.

Advertisement
error: Content is protected !!