Connect with us

Chhota Udepur

જેતપુર પાવી તાલુકાના કદવાલમાં ક્ષત્રિય બારીયા સમાજ દ્વારા શસ્ત્ર પૂજા તથા શોભાયાત્રાનું આયોજન

Published

on

(પ્રતિનિધિ, કાજર બારીયા)

નવરાત્રીના દસમા દિવસે વિજ્યાદશમીનો તહેવાર ઉજવાય છે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે. આ તહેવાર સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે, જે અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. આ દિવસે સત્યની જીતે રાવણનો વધ કર્યો હતો. એવું પણ માનવામાં આવે છે કે, દેવી દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તે દેશભરમાં અલગ અલગ નામોથી અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે.

Advertisement

દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવાની પરંપરા સદીઓ જૂની છે. અને રજવાડા ઓમાં શસ્ત્ર પૂજનની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હતી. હવે રજવાડા નથી રહ્યા પણ પરંપરાઓ શાશ્વત છે. જે અંતર્ગત આજે જેતપુરપાવી તાલુકાના કદવાલ ખાતે ક્ષત્રિય બારીયા સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અને ક્ષત્રિય બારીયા સમાજના તમામ લોકો તેમના શસ્ત્રો એકઠા કરી આ શસ્ત્રો પર કુમકુમ અને ફૂલ અર્પણ કરી પૂજા કરી હતી.

દશેરા નિમિત્તે ક્ષત્રિય બારીયા સમાજ દ્વારા દર વર્ષે શાસ્ત્રો વિધિ પ્રમાણે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. ત્યારે આજે પણ ક્ષત્રિય બારીયા સમાજના લોકો દ્વારા શસ્ત્ર પૂજન કરાયું હતું. વર્ષો પહેલા ક્ષત્રિયો ક્ષત્રિયાણી દ્વારા લોકો ની રક્ષા કરાતી તેમને યાદ કરી. આજે પણ તેમની પરંપરાને જાળવી રહ્યા છે. અને આજે પણ ક્ષત્રિયો સમાજના લોકોની રક્ષા કરવા તૈયાર છે. તેમજ આજના સમયમાં યુવતીઓ પર થતા અત્યાચાર અટકાવવા ક્ષત્રિયો સમાજના યુવાનોએ બે હાથે તલવારબાજી કરી આજના યુગમાં યુવાનોએ જાતે લડાવા લાયક બનવા માટે સલાહ આપી હતી.

Advertisement

વર્ષોથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખી છે. આ કાર્યક્રમમાં યુવાનોએ બંને હાથે તલવારબાજી કરી ક્ષત્રિય સમાજના શોર્ય ની પ્રતીતિ કરાવી હતી. અને સદીઓ પહેલા ક્ષત્રિયો, ક્ષત્રિયાણી દ્વારા જેમ લોકોની રક્ષા કરાતી તેવી રીતે આજે પણ મહિલાઓ પણ પોતાના રક્ષણ માટે ક્ષત્રિયાણી રૂપ ધારણ કરી પોતાની રક્ષા કરવી અને લોકોની રક્ષા કરવી તેવું જણાવ્યું હતું.

તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા રાજા રજવાડા દરમિયાન ક્ષત્રિય બની લોકોના પડખે રહી તેમની રક્ષા કરવામાં આવતી હતી. તેવી જ રીતે આજના સમયમાં પણ અમારો ક્ષત્રિય સમાજ લોકોની હર હંમેશા પડખે રહી લોકોની રક્ષા કરવા માટે પડખે રહીશુ તેમજ અમારી વર્ષો જૂની ચાલી આવતી પરંપરાને જીવંત રાખીશું તેવી પ્રતિજ્ઞા લીધી હતી.

Advertisement

આજના આ પ્રસંગે રાજવી ભરતસિંહજી દાદા (કદવાલ સ્ટેટ રાજવી), રાજવી જયપ્રતાપસિંહજી દાદા (કદવાલ સ્ટેટ), મહારાજા તુષારસિંહજી બાબા (બારીઆ સ્ટેટ પુર્વ ધારાસભ્યના યુવરાજ અરુનોદય સિંહ) સમસ્ત ક્ષત્રિય બારીઆ યુવા સંગઠન સહિત આગેવાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!