Uncategorized
પેટલાદ ખાતે નવીન સાત સ્વરૂપ હવેલી નિમિતે ત્રિદિવસીય અલૌકિક મનોરથ નું આયોજન.
(અવધ એક્સપ્રેસ, પેટલાદ)
શ્રી વલ્લભ સેવા સમાજ ટ્રસ્ટ પેટલાદ દ્વારા શુદ્ધાદ્વૈત તૃતીય પીઠ અંતર્ગત તૃતીય પીઠાધીશ્વર વલ્લભ કુલભૂષણ કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી, કાંકરોલી યુવરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી, પૂ સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી ની મંગલમય ઉપસ્થિતિમાં પેટલાદ ખાતે નવીન આકાર પામેલ પ્રભુની સાત સ્વરૂપ હવેલી માં પ્રભુને પાટ માગસર સુદ.૧૫. તારીખ 15 -12- 2024 ના રોજ પ્રભુના દિવ્ય અલૌકિક મનોરથ આયોજન નિમિત્તે સવારે 9:00 કલાકે વૈષ્ણવ આચાર્યશ્રીઓની ઉપસ્થિતિમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રા ક્રિષ્ના એવન્યુ ગાયત્રી મંદિર પાછળ સાઈનાથ રોડ પેટલાદ ખાતે વિજ્ઞાત્રી બેન વિજયભાઈ શાહના ઘરેથી નીકળીને નવીન સાત સ્વરૂપ હવેલી એ પહોંચશે. બપોરના ૩-૦૦ કલાકે પ્રભુનો બડો અલૌકિક મનોરથ દર્શન હવેલીમાં યોજાશે. ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત તારીખ 13 -12- 24 શુક્રવારના રોજ પૂજ્યશ્રીઓનું સામૈયા સ્વરૂપે રંગારંગ સ્વાગત નવીનચંદ્ર છોટાલાલ શાહ દ્વારકેશ ૪, ગાયત્રીનગર સાંઇનાથ રોડ પેટલાદ ખાતે કરવામાં આવશે , સાંજના ૬-૦૦ કલાકે ભજન સંધ્યા ગાયક વૃંદ નિધીબેન ધોળકિયા દ્વારા શ્રીનાથજી ની ઝાંખી તન્મય પાર્ટી પ્લોટ અતિથિ હોટલ સામે યોજાશે. તારીખ 14 -12- 24 શનિવારના રોજ સવારે 8 -૦૦થી 11–00 કલાકે જુના મંદિર રાજભોગમાં પ્રભુના બગીચા નો અલૌકિક મનોરથ દર્શન, બપોરના ૪- 30 કલાકે દાતાઓ, સેવાભાવી કાર્યકરો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, નું વિશિષ્ટ સન્માન, પૂજ્યઓના વચનામૃત, કેસર સ્નાન કાર્યક્રમ વલ્લભ ચોક ,બક્ષી નો વાડા નાગરકુવા પેટલાદ ખાતે યોજાશે. અને સવારમાં વૈષ્ણવોને પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી ના કરકમલો દ્વારા બ્રહ્મસંબંધ આપવાનો કાર્યક્રમ પણ યોજાનાર છે. તો બ્રહ્મસંબંધ લેનારા ઇચ્છુંકો એ રીટાબેન શાહ ૯૮૯૮૧૭૪૪ ૯૧ , તૃપ્તિબેન શાહ નો ૯૩૭૫૦૨૬૯૩૦ સંપર્ક કરવા વિનંતી. કાર્યક્રમની વધુ માહિતી માટે વિજયભાઈ શાહનો સંપર્ક કરવો