Chhota Udepur

જેતપુરપાવી તાલુકાના આંબાઝટી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર જિલ્લામાં હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા,ગામે ગામ જઈ ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે લોકોને ઘર આંગણે માહિતી અને લાભ આપવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત જેતપુરપાવી તાલુકાનાં આંબાઝટી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. જ્યાં સમગ્ર ગ્રામજનો ઉપરાંત આજુબાજુના ગ્રામજનો યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતાં. તમામ લોકોને અગ્રણીઓના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભો વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓએ ભારત સરકારનો અને વિવિધ યોજનાઓના મળેલા લાભ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમજ આં તકે સજવા દક્ષ એચ.પી ગેસ એજન્સી દ્વારા પ્રધાન મંત્રી ઉજવલા યોજના અંતર્ગત નવા ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા.

Advertisement

Organized Bharat Sankalp Yatra program at Ambazti village of Jetpurpawi taluka.

ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકાર સૌ કોઈની દરકાર રાખી અનેકવિધ યોજનાઓનો લાભ પહોંચાડી રહી છે. જનહિતલક્ષી યોજનાનો લોકોને ઘર આંગણે લાભ મળે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે. સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ પ્રાપ્ત કરી ભારતને વિકસિત બનાવવામાં પોતાનું યોગદાન લેવા ધારાસભ્યએ નાગરિકોને અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, આંબાઝટી ગ્રામ પંચાયતનાં સરપંચ હાર્દિકભાઈ, અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version