Connect with us

Gujarat

થર્મલ ખાતે સી.આર.સી થર્મલ ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 નું આયોજન

Published

on

પીએમ શ્રી શાળા થર્મલ ખાતે સી.આર.સી થર્મલ ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 નું આયોજન કરવામાં આવેલ હતું.  બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ 13 પ્રાથમિક શાળાઓ અને એક આશ્રમશાળા એમ મળી કુલ 14 શાળાઓએ ભાગ લીધો હતો અને ટોટલ પાંચ વિભાગમાં 22 જેટલી કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. આજરોજ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી હતી. પ્રાર્થના બાદ કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોનું સીઆરસી થર્મલ ખીમજીભાઇ ગોહિલ તરફથી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ મુજબ પુષ્પગુચ્છ અને તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી ચંદ્રકાંત જોશીનું સ્વાગત સાલ ઓઢાડીને કરવામાં આવેલ હતું. તેમજ તમામ હાજર પેસેન્ટરના આચાર્ય અને શિક્ષકોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે વિદ્યુત વિદ્યાલય હાઈસ્કૂલના શિક્ષક જે કે રાઠોડ તેમજ રેણુકાબેન પટેલ દ્વારા ખૂબ જ સુંદર રીતે નિર્ણાયકની કામગીરી કરવામાં આવેલ હતી. કુલ પાંચ વિભાગમાંથી દરેક વિભાગમાં પ્રથમ નંબર ની ફાળવણી કરવામાં આવી હતી તેમાં પાંચમાંથી ત્રણ કૃતિમાં થર્મલ શાળાનો પ્રથમ નંબર આવેલ હતો તે તેમ જ બળેવીયા શાળાનો પ્રથમ નંબર અને પીપળીયા શાળાનો પ્રથમ નંબર આવેલ હતો બાળકોને સ્વાદિષ્ટ બટાકા પૌવાના નાસ્તો પણ આપવામાં આવેલ હતો.

સદર કાર્યક્રમમાં નાસ્તાની વ્યવસ્થા પ્રાથમિક શાળા દોલતપુરાના મુખ્ય શિક્ષક શૈલેષભાઈ જોશી તરફથી પૂરી પાડવામાં આવી હતી કાર્યક્રમના અંતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકાના બીઆરસી સંદીપભાઈ પટેલ તેમ જ પીએમ  શાળાના મુખ્ય શિક્ષક હસમુખભાઈ પટેલ તથા સીઆરસી ખીમજીભાઈ ગોહેલ દ્વારા પ્રથમ આવેલ નંબર ને પ્રોત્સાહક ભેટ તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ હતું તેમ જ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્ર તેમજ પ્રોત્સાહક ભેટ આપવામાં આવેલ હતી. કાર્યક્રમના અંતે તાલુકાના બી આર સી સંદીપભાઈ પટેલ તરફથી આગળ તાલુકા કક્ષાના બાળક વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ આવેલ તમામ બાળકોને આગળ પણ સારું પ્રદર્શન કરે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી તેમજ પ્રથમ આવેલ બાળકો અને માર્ગદર્શક શિક્ષકઓ તથા તમામ બાળકોને પણ શુભેચ્છા પાઠવેલ હતી.. સમગ્ર કાર્યક્રમને પોતાની આગવી સ્પીચથી શોભાયમાન કરનાર યોગેશભાઈ શર્માએ એનાઉન્સની ખુબજ સુંદર કામગીરી કરેલ હતી… કાર્યક્રમના અંતે સૌ એ રાષ્ટ્રગીત નું ગાન કરી ને  કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો..

Advertisement

 

Reporter  Rizvan Daryai

Advertisement

Kheda Galteshwar

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!