Chhota Udepur
પુનિયાવાંટ એકલવ્ય મોડેલ સ્કૂલના ૧૧૬ બાળકો પૈકી ૪૫ બાળકો સ્વસ્થ થયા ; આરોગ્ય વિભાગની ટીમ ખડે પગે
પુનિયાવાંટ સ્થિત એકલવ્ય મોડેલ સ્કૂલના બાળકોની આર.બી.એસ.કે.ની ટીમ દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. વધુ બાળકોમાં બીમારી જણાતા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા તમામ બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.
જે અન્વયે ૧૧૬ બાળકોને સારવાર હેઠળ મુકવામાં આવ્યા છે. જેમાં ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં ૨૫ છોકરીઓ અને ૨૧ છોકરાઓ મળી ૪૬ બાળકોમાંથી ૨૬ ફીવર, ૧ વોમિટિંગ, ૨ ડાયેરિયા, ૧૩ એબનોર્મલ પેઈન, ૮ હેડએક તથા ૧ કાનવલઝન્સના કેસ છે.
તેવી જ રીતે સામુહિક આરોગ્ય કેન્દ્ર, તેજગઢમાં ૩૩ છોકરીઓ અને ૧૨ છોકરાઓ મળી ૪૫ બાળકો સારવાર હેઠળ છે. જે પૈકી ૩૪ ફીવર, ૩ વોમિટિંગ, ૩ ડાયેરિયા, ૭ એબનોર્મલ પેઈન તથા ૨૩ હેડએકના કેસ છે.
આ ઉપરાંત પાવીજેતપુર ખાતે ૫ છોકરીઓ અને ૬ છોકરાઓ મળી ૧૧ બાળકો પૈકી ૬ ફીવર, ૧ ડાયેરિયા, ૫ એબનોર્મલ પેઈન તથા ૬ હેડએકના કેસ અને શાળા ખાતે ૯ છોકરીઓ અને ૫ છોકરાઓ મળી ૧૪ બાળકો સારવાર હેઠળ છે.
આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે, જેના પરિણામે ૧૧૬ પૈકી ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, છોટાઉદેપુરમાંથી ૨૦ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, તેજગઢમાંથી ૨૫ બાળકો સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર દ્વારા ડિસ્ટ્રીકટ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, તેજગઢની મુલાકાત લઈ મેડિકલ ટીમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
(પ્રતિનિધિ, કાજર બારીયા ,અવધ એક્સપ્રેસ)