Panchmahal

પંચમહાલ જિલ્લામાં કુલ ૧૫૧૦ મતદાન મથકો પૈકી ૩૬ મતદાન મથકો મર્જ કરાયા

Published

on

જિલ્લાના નાગરિકો મતદાન મથકોની પ્રાથમિક સુધારા દરખાસ્ત બાબતે ૨૫ જુલાઈ ૨૦૨૩ સુધી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને પોતાના સલાહ સૂચનો મોકલી શકશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧.૦૪.૨૦૨૪ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધા૨ણા કાર્યક્રમ અન્વયે મતદાન મથકોનુ પુનર્ગઠન ક૨વા જણાવેલ હતું.
જે અન્વયે પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભાના મતદા૨ નોંધણી અધિકારી દ્વારા મતદાન મથક પુનર્ગઠન રજૂ કરેલ દરખાસ્ત અન્વયે એનેક્ષ૨-૧ (પ્રાથમિક સુધારા દરખાસ્ત) તમામ મતદા૨ નોંધણી અધિકારીની કચેરી,મામલતદાર કચેરી,તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી ખાતે પ્રસિધ્ધ ક૨વામા આવેલ છે.

Advertisement

પંચમહાલ જિલ્લામાં કુલ ૧૫૧૦ મતદાન મથકો પૈકી ૩૬ મતદાન મથકો મર્જ કરવામાં આવેલ છે.તથા જર્જરિત મતદાન મથકોને બદલવામાં આવેલ છે.જે મતદા૨ નોંધણી અધિકારીની કચરી,મામલતદા૨ કચેરી,તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી ઉપરોક્ત કચેરીથી વિગત જાણી શકાશે.પંચમહાલ જિલ્લાની જાહેર જનતાને વિનંતી કે મતદાન મથકોની પ્રાથમિક સુધારણા દરખાસ્ત સંદર્ભે તા.૨૫-૦૭-૨૦૨૩ સુધી આ બાબતે સલાહ સુચનો આપવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પંચમહાલ ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Trending

Exit mobile version