Dahod

ઝાલોદ નગરપાલિકા પાછળ આવેલ સોસાયટી માં પ્રિમોન્સૂન કામગીરી ન થતાં આક્રોશ

Published

on

(પંકજ પંડિત દ્વારા)

ગેસ લાઇન આપવા વાળી એજન્સી દ્વારા ખોદવામાં આવેલ ખાડા માટી થી ફક્ત ભરી ગયેલ હતા , વરસાદી પાણીમાં માટી પેસી જતાં વાહનો ખાડામાં ઉતરી જવાની ઘટનાઓ સામે આવી : સોસાયટી વિસ્તારના રહીશોમાં આક્રોશ જોવા મળ્યો

Advertisement

ઝાલોદ નગરપાલિકા દ્વારા નગરમાં પ્રિમોન્સૂન કામગીરી કરાઈ છે કે નહીં ….❓કરાઈ છે તો નગરમાં ઠેર ઠેર ખાડાઓ..પાણીનો નિકાલ ન હોવાની બુમ…ગટરની સાફસફાઈ ન થઈ હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી ફક્ત કાગળ પર જ કરી છે તેવી નગરજનોમાં ચર્ચાઓ થતી જોવા મળી રહેલ છે.

ઝાલોદ નગરપાલિકા પાછળ જ ગટર નાળાઓની સફાઈ નથી થઇ તેથી ત્યાંના ગટર નાળાઓ ઉભરાઈ જવા પામ્યા હતા થોડોક વરસાદ પડતાની સાથે જ અહીંયાં ગટરનું પાણી અને કચરો રોડ પર આવી ગયો હતો. ગટરનુ પાણી ઉભરાઈ રોડ પર આવી જતાં રોડ અને નાળાઓનુ લેવલ એક થઈ ગયેલ જોવા મળ્યું હતું. પ્રિમોન્સૂન કામગીરી ન થઈ હોવાથી ગટરો ખુલ્લી તેમજ તેના પર કોઈ ઢાંકણ બેસાડવામાં આવેલ જોવા મળતા ન હતા. આ વિસ્તારની સોસાયટીમાં વર્ષો થી પાણી ભરાઈ જવાના બનાવો બનેલ છે તેથી ઘણી વખત અહીંના રહેવાસીઓના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયેલ જોવા મળેલ હતા પરંતુ ઊંઘતી નગરપાલિકા આ અંગે બિલકુલ બેજવાબદાર હોય તે રીતે કામગીરી કરતી જોવા મળી રહેલ છે.

Advertisement

નગરપાલિકા પાછળ થોડા સમય અગાઉ ગેસ એજન્સી દ્વારા ખાડા ખોદવામાં આવેલ હતા કામ પૂરું થતાં તે ખાડાઓ માટી થી ભરી દેવામાં આવેલ હતા. ચોમાસામાં વરસાદ પડતાં આ બધા ખાડાઓની માટી પાણીના લીધે બેસી જતાં ત્યાં ખાડા પડી ગયેલ જોવા મળ્યા હતા અને પાણી પડતાં ખાડામાં પાણી ભરાઈ જતાં રોડ અને ખાડા એક જેવા જોવાતા અકસ્માત સર્જાવાની શક્યતાઓ બની શકે તેમ છે અહીંથી નીકળનાર વાહન જો ધ્યાન ન હોય તો ખાડામાં ઉતરી જાય તેવું પણ બને છે અહીં સોસાયટીના રહેવાસીઓના કેટલાક લોકોના વાહનો ખાડાઓમાં ઉતરી ગયા હોય તેવું પણ જોવા મળ્યું હતું. નગરપાલિકા તંત્ર ચોમાસાની ઋતુને લઈ નક્કર કામગીરી કરે તેવું અહીંના રહેવાસીઓ ઇચ્છી રહ્યાં છે.

નગરપાલિકા પાછળની સોસાયટીમાં વરસાદી પાણીના કાયમી નિકાલ તેમજ ખાડાઓને નક્કર રીતે ભરવાની કામગીરી તેમજ ગટરની ઉપર ઢાંકણ બેસાડે તેવું અહીંના રહેવાસીઓની માંગ ઉઠવા પામી છે.

Advertisement

Trending

Exit mobile version