Dahod
બેંક ઓફ બરોડાની બહાર યુવકની સાવચેતી ને લઈ લૂંટનો ભોગ બનતા બચ્યો

(પંકજ પંડિત દ્વારા)
બીજી બાજુ બેંક ઓફ બરોડાની બહાર રસ્તા પર એક યુવક રાહુલ ( નામ બદલેલ છે )
પોતાની સતર્કતાને લઈ લૂંટનો શિકાર થતાં બચી ગયેલ હતો. ચોરી કરવા આવેલ અજાણ્યા યુવક દ્વારા પાકીટ લઈને ઉભા રહેલ રાહુલને તમારા કપડા બગડયા છે તેમ કહ્યું હતું રાહુલ વળીને જોતા તેના કપડા પર બિસ્કીટનું પાણી પડેલ જોવા મળ્યું હતું. રાહુલ કપડા સાફ કરવા જતા અજાણ્યો ચોર કહી શકાય તેવો યુવક રાહુલનું પાકીટ ઝૂંટવીને નાસવાની કોશિશ કરતો હતો. અજાણ્યા ચોર કહી શકાય તેવા યુવકને સતર્ક થઈ ગયેલ રાહુલ દ્વારા ચોર કહી શકાય તેવા યુવકને પકડવા જતા તે યુવક ત્યાથી નાશી ગયેલ હતો. આમ અજાણ્યા ચોર કહી શકાય તેવા યુવકનો ભોગ બનતા એક સતર્ક યુવક રાહુલ બચી ગયેલ હતો.