Ahmedabad

અમદાવાદ વડોદરા હાઇવે પર ઓવર સ્પીડ માટે હવે તગડો દંડ ભરવો પડશે

Published

on

(સુરેન્દ્ર શાહ)

ખેડા જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક વિભાગને ઇન્ટરસેપ્ટ વાન સુપ્રત કરવામાં આવી છે જેને લઈને વાહન નિયમોની અથવા તો ટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરી હાઇવે ઉપર બેફામ દોડાવતા વાહનચાલકો પર બાજ નજર રહેશે અને નિયમો તોડી અવગણના કરી બેફામ દોડાવતા વાહનોના ચાલકો પર હવે ભારે દંડ ફટકારવામાં આવશે અમદાવાદ વડોદરા હાઇવે પર થતા જાન લેવા અકસ્માતો ને રોકવા માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા ડિજિટલ સિસ્ટમથી ટ્રાફિક નિયમન નો ભંગ કરનાર ની ગાડી નંબર અને ફોટો સાથે ડાયરેક્ટ ડિજિટલ ટીવીમાં આવી જશે જશે આવી સિસ્ટમ અમેરિકા તથા અન્ય વિકસિત દેશોમાં છે.

Advertisement

જેનું અનુકરણ ખેડા ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે આજથી શરૂ કરવામાં આવેલ ટ્રાફિક નિયમ માં પીએસઆઇ ખેડા ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા એમ.એમ દેસાઈના જણાવ્યા મુજબ ડિજિટલ સિસ્ટમથી ચેકિંગ થાય તેવી વ્યવસ્થા ખેડા ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવી છે ઓવર સ્પીડ બેલ્ટ ના લગાવ્યો હોય તેવી ગાડીઓના ચાલકો સીધા જ ટીવી પર દ્રશ્યમાન થાય અને તેમનો ગાડી નંબર પણ દ્રશ્યમાન થાય જેને લઈને નિયમોની અવગણના કરી હાઇવે પર ગાડી ચલાવતા વાહનોના માલિકોને સીધા જ તેઓના ઘરે મેમો મોકલવામાં આવશે માટે ગાડી ચલાવતા પહેલા આ વાતનું ધ્યાન રાખો કે ખેડા પોલીસ હાઇવે પર સઘન ચેકિંગ કરી રહી છે માટે હાઇવે પર ટ્રાફિક નિયમોનો ભંગ કર્યા વગર તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલ રફતારથી ગાડી ચલાવવી અને સીટબેલ બાંધવો જો તમે નિયમોનું પાલન કરશો તો તમે કડક દંડ માંથી બચી જશો

* ટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરી હાઇવે ઉપર બેફામ દોડાવતા વાહનચાલકો પર બાજ નજર રહેશે અને નિયમો તોડી અવગણના કરી બેફામ દોડાવતા વાહનોના ચાલકો પર હવે ભારે દંડ ફટકારવામાં આવશે

Advertisement

* અમદાવાદ વડોદરા હાઇવે પર થતા જાન લેવા અકસ્માતો ને રોકવા માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા ડિજિટલ સિસ્ટમથી ટ્રાફિક નિયમન નો ભંગ કરનાર ને ઘરે બેઠા મેમો મોકલાવસે

* ટ્રાફિક નિયમો મુજબ ઓછી ગતિ થી ગાડી ચલાવવી, સીટબેલ બાંધવો જેવા નિયમોનું પાલન કરશો તો તમે દંડ માંથી બચી જશો

Advertisement

Trending

Exit mobile version