Connect with us

Gujarat

પી.એમ. કિસાન સન્માનનિધિ યોજનાના લાભાર્થીઓએ “આધાર e-KYC” અને “સીડિંગ” ફરજીયાત કરાવવું

Published

on

P.M. “Aadhaar e-KYC” and “Seeding” mandatory for beneficiaries of Kisan Sammannidhi Yojana

(પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ”)

હાલમાં પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડુતોને અપાતી રકમ સમયસર મળે છે અને જે તે ખેડુતને જ મળે તે ખરાઇ કરવાના હેતુથી અને આ ચુકવણાની તમામ પધ્ધતિઓ આધાર બેઝ્ડ થાય તેવા બેવડા હેતુથી ભારત સરકાર દ્વારા આ યોજનાનો લાભ લેતા તમામ લાભાર્થીઓનું “આધાર e-KYC” અને “આધાર સીડિંગ” કરાવવું ફરજીયાત કરેલ છે. આ કામગીરીને સત્વરે પુર્ણ કરવાની થાય છે. જે ખેડૂતોનું “e-KYC” અને “આધાર સીડિંગ” પુર્ણ થયેલ ના હોય તેવા ખેડૂતોને યોજના હેઠળના હવે પછીના હપ્તા જમા થઇ શકશે નહિં.
“e-KYC” ની પ્રક્રિયા આપ નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા e-gram (ઇ-ગ્રામ) કેન્દ્ર મારફત સફળ “e-KYC” નો ચાર્જ રૂપિયા ૧૫ ચૂકવી કરાવી શકે છે. આ ઉપરાંત આ પ્રક્રિયા લાભાર્થી જાતે જ વિના મૂલ્યે મોબાઈલ પર સરળતાથી PM-KISAN App તેમજ PM-KISAN પોર્ટલ પર e-KYC authentication of beneficiary પરથી OTP બેઝ્ડ “e-KYC” કરી શકે છે. PMKISAN GoI ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લાભાર્થી આધાર ઓટીપી દ્વારા લોગ ઇન થઇ પોતાનું તથા અન્ય ૧૦૦ લાભાર્થીઓના વ્યક્તિગત આધાર નંબરથી eKYC કરી શકે છે.

Advertisement

P.M. “Aadhaar e-KYC” and “Seeding” mandatory for beneficiaries of Kisan Sammannidhi Yojana

જે લાભાર્થીઓના બેંક એકાઉન્ટ આધાર સાથે સીડીંગ કરવામાં આવેલ ન હોય તે તમામ લાભાર્થીઓનું “આધાર સીડીંગ” થાય તે માટે લાભાર્થીએ યોજના હેઠળ જે બેંક ખાતામાં સહાય મેળવવા માંગતા હોય તે બેન્ક શાખામાં આધાર કાર્ડ અને આધાર સાથે લીંક કરેલ મોબાઇલ નંબર સાથે રૂબરૂ જઈ તાત્કાલિક આધાર સિડિંગ/આધાર લિંક તથા DBT enable કરાવવુ અનિવાર્ય છે. અન્યથા સમયમર્યાદામાં બેંક ખાતાનું આધાર સિડિંગ/લિંક તથા DBT enable કરાવેલ નહિ હોય તેવા લાભાર્થીઓને આગામી હપ્તો મળવાપાત્ર થશે નહી. આ ઉપરાંત ગામની/ નજીકની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સિડિંગ સાથેનું નવુ ખાતુ ખોલાવી શકાય છે. વધુ વિગતો માટે જે તે ગામના ગ્રામસેવક /વી.સી.ઈ/CSC કેન્દ્રના પ્રતિનિધિનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી- ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

* જે ખેડૂતોનું “e-KYC” પુર્ણ થયેલ ના હોય તેવા ખેડૂતોને હવે પછીના હપ્તા જમા થઇ શકશે નહિં

Advertisement
error: Content is protected !!