International
પદ્મશ્રીથી સન્માનિત સાહિત્યકાર કવિ સુરજીત પાતરનું નિધન
પદ્મશ્રીથી સન્માનિત પંજાબી કવિ સુરજીત પાતરનું શનિવારે સવારે લુધિયાના બરેવાલ કોલોનીમાં તેમના નિવાસસ્થાને નિધન થઈ ગયું છે. તેઓ 79 વર્ષના હતા. પરિવારના લોકોએ કહ્યું કે, સુરજીત પાતર રાતના સુઈ રહ્યા હતા, પછી તેઓ ઊંઘમાંથી ઉઠ્યા જ નહીં. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત કેટલાય રાજકીય નેતાઓએ પાતરના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, આ પંજાબી સાહિત્યની દુનિયાની મોટી ક્ષતિ છે.
પાતરની કાવ્ય રચનાઓમાં હવા વિચ લિખે હર્ફ, હનેરે વિચ સુલગદી વરનમાલા, પતઝર દી પાઝેબ, લફઝાન દી દરગાહ અને સુરજમીન સામેલ છે. તેમણે વર્ષ 2012માં સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં પદ્મશ્રી સન્માનથી નવાઝમાં આવ્યા. પાતર પંજાબ કલા પરિષદના અધ્યક્ષ પણ હતા. તેઓ પંજાબી સાહિત્ય અદાકમીના અધ્યક્ષ પણ રહ્યા છે.
કવિ અને લેખક સુરજીત પાતરને સાહિત્ય અકાદમી પુરસ્કાર, પંચનદ પુરસ્કાર, સરસ્વતી સન્માન અને કુસુમાગ્રજ સાહિત પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. તેમણે જાલંઘર જિલ્લાના પાતર ગામથી નીકળીને કપૂરથલાના રણધીર કોલેજમાંથી સ્નાતક કર્યું. ત્યાર બાદ ગુરુ નાનક દેવ વિશ્વવિદ્યાલયથી ગુરુ નાનક વાણીમાં લોકકથાઓનું પરિવર્તન વિષય પર પીએચડી કર્યું. તેઓ લુધિયાનામાં પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલયથી પંજાબીના પ્રોફેસર તરીકે સેવાનિવૃત થયા.