International
પાક સુરક્ષા દળોએ બલૂચિસ્તાનમાં ગુપ્તચર ઓપરેશન હાથ ધર્યું, છ આતંકવાદીઓને ઠાર કર્યા

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સૈનિકોએ છ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. બલૂચિસ્તાનના ઝોબ જિલ્લાના સાંબાજા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીના અહેવાલ મળ્યા બાદ એક ગુપ્તચર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
બલૂચિસ્તાનમાં શાંતિ સ્થાપવા સેના પ્રતિબદ્ધ: ISPR
ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સે માહિતી આપી, “માર્યા ગયેલા આતંકવાદીઓ સુરક્ષા દળો વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા હતા અને નિર્દોષ નાગરિકોની હત્યા કરી રહ્યા હતા. સેના બલૂચિસ્તાનની શાંતિ, સ્થિરતા અને પ્રગતિને નુકસાન પહોંચાડનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.”
આ પહેલા રવિવારે અવારન જિલ્લાના ખોરો વિસ્તારમાં ઓપરેશન દરમિયાન ભારે ગોળીબારમાં બે જવાન શહીદ થયા હતા અને બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
જુલાઇ મહિનામાં આતંકવાદીઓએ 12 જવાનોની હત્યા કરી હતી.
થોડા મહિના પહેલા ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ની ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો છે. જુલાઈમાં, બલૂચિસ્તાનના ઝોબ અને સુઈ વિસ્તારોમાં અલગ-અલગ સૈન્ય કાર્યવાહીમાં 12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ (PICSS) દ્વારા સપ્ટેમ્બરમાં સંકલિત કરવામાં આવેલા ડેટામાં જણાવવામાં આવ્યું હતું કે ઓગસ્ટમાં આતંકવાદી હુમલાની સંખ્યા સૌથી વધુ હતી.