Panchmahal
પાવાગઢ મહાકાળી મંદિર પાસેથી પાકીટમાર ઝડપાયા
(સુરેન્દ્ર શાહ દ્વારા)
પવિત્ર યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બીરાજમાન મા શક્તિના મંદિરમાં તહેવારોને લઈને ભારે ભીડ હોવાનો લાભ લઇ પાકીટ મારો લોકોના ખિસ્સા હળવા કરવા માટે માઈ ભક્તો હોવાનો દીદાર કરી ભક્તોના ટોળામાં ઘૂસી જાય છે અને પાકીટ મારી ભાગી જતા હોય છે પરંતુ મંદિર ટ્રસ્ટના ચોકીદારો સતત આવા લોકો પર નજર રાખતા હોય છે તેમાં આજે વડોદરાના ત્રણ પાકીટ મારો મહાકાલી માતાજીના મંદિરમાં માઈ ભક્તોના ટોળામાં ઘૂસી ગયા હતા. પરંતુ સિક્યોરિટી ગાર્ડ ની બાજ નજરમાં આવી જતા વડોદરા સંજય નગર વારસિયા ખાતે રહેતા રતિલાલ વાઘેલા તથા વિજય બાબુલાલ વાઘેલા ઝડપાઈ ગયા હતા.
જ્યારે તેમની સાથે ત્રીજો સાથીદાર ભાગવામાં સફળ થઈ ગયો હતો ભાગી ગયેલ ત્રીજો ભાગીદાર રૂપિયા નું પાકીટ અને મોબાઈલ લઈને ભાગ્યો હતો પરંતુ સિક્યુરિટી ગાર્ડના હાથે ઝડપાયેલા બંને પાકીટ માર ને પોલીસને હવાલે કરવામાં આવતા પોલીસ દ્વારા ત્રીજા વ્યક્તિની પૂછપરછ કરી તેને પકડીને મુદ્દામાલ પરત મેળવવાના પ્રયાસો હાથ ધરશે કામ ધંધા વગરના બેકાર અને અશિક્ષિત માણસો આવલા માર્ગે ચડી જાય સમાજને લાંછન રૂપ કામો કરતા હોય છે અને ભીડભાડવાની જગ્યાએ ઘુસીને હાથ સાફ કરતા હોય છે
અત્રે ઉલ્લેખનીય છે કે મંદિર ટ્રસ્ટ ના માણસો તથા યાત્રાળુઓએ કાયદેસર પોલીસ ફરિયાદ નહીં આપતા બંને ને છોડી મૂકવામાં આવ્યા હોવાની લોક ચર્ચા ઉઠવા પામી હતી