International
ઈઝરાયેલના હવાઈ હુમલામાં પેલેસ્ટિનિયન પરિવારનું ઘર ધરાશાયી, બાળક સહિત 14ના મોત
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદથી સામાન્ય નાગરિકોને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. ઈઝરાયેલના હવાઈ હુમલામાં પેલેસ્ટિનિયન પરિવારનું ઘર નાશ પામ્યું હતું.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 1300 લોકોના મોત થયા છે અને 2000થી વધુ લોકો ઘાયલ થયા છે.
દક્ષિણ ગાઝા પટ્ટીના રફાહમાં અબુ હેલાલના પેલેસ્ટિનિયન પરિવારના ઘર પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં બાળકો અને મહિલાઓ સહિત ઓછામાં ઓછા 14 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.
ઇઝરાયલી ફાઇટર પ્લેન્સે દક્ષિણ ગાઝા પટ્ટીના રફાહમાં એક પેલેસ્ટિનિયન ઘરને મિસાઇલ વડે નિશાન બનાવીને તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધું.
દક્ષિણ ગાઝા પટ્ટીના રફાહમાં પેલેસ્ટિનિયન પરિવારના અબુ હેલાલના ઘર પર ઈઝરાયેલના હવાઈ હુમલા બાદ નજીકની ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું હતું, જે બાદ ઝડપથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે 6 ઓક્ટોબરે ઉગ્રવાદી હમાસ જૂથના લોકોએ ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા જેના જવાબમાં ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી હતી.
હમાસે શનિવારે ઈઝરાયેલ વિરુદ્ધ ‘અલ-અક્સા સ્ટ્રોમ’ અભિયાન શરૂ કર્યું હતું. એક તરફ હમાસે ઈઝરાયલ પર હજારો રોકેટ છોડ્યા તો બીજી તરફ તેના લડવૈયાઓ ઘણી જગ્યાએથી સરહદ ઓળંગીને જમીન માર્ગે ઈઝરાયેલમાં પ્રવેશ્યા.
હમાસે દરિયાકાંઠાના ગાઝા વિસ્તારમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને બંધક બનાવ્યા હતા. એવી આશંકા છે કે હજારો પેલેસ્ટિનિયન બંધકોની મુક્તિના બદલામાં કેદીઓને મુક્ત કરવાની માંગ કરી શકે છે.