Connect with us

Panchmahal

પંચમહાલ ૧૮૧ મહિલા અભયમ ટીમની સરાહનીય કામગીરી,પરિવારથી વિખૂટા પડેલા મહિલાને આશરો આપ્યો

Published

on

Panchmahal 181 Mahila Abhayam team's commendable performance, provided shelter to women separated from their families

જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૩૦૦૦થી વધુ પીડિત મહિલાઓની મદદે પહોંચી છે ૧૮૧ અભયમ ટીમ‌‌

સમગ્ર રાજ્યમાં મહિલા અભયમની ટીમ દ્વારા મહિલાઓની સહાય અને સુરક્ષા સહિતની કામગીરી કરવામાં આવે છે. ત્યારે ગોધરા ૧૮૧ માહિલા અભયમની ટીમ દ્વારા પંચમહાલ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૩૦૦૦થી વધુ પીડિત મહિલાઓની મદદ કરીને સરાહનીય કામગીરી કરી છે.

Advertisement

Panchmahal 181 Mahila Abhayam team's commendable performance, provided shelter to women separated from their families

ગત રોજ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા મહિલા અભયમ ૧૮૧ પર કોલ આવેલ કે એક વૃધ્ધ મહિલા ગોધરા શહેરના દાહોદ રોડ પર સ્થિત પાંજરાપોળ ગૌશાળા પાસે બેઠેલા છે.
ગોધરા સ્થિત ટીમ દ્વારા મહિલાનું તાત્કાલિક લોકેશન ટ્રેસ કરીને મહિલા સુધી પહોંચી હતી તથા તેમની પૂછપરછ કરતા મહિલા ગભરાઈ ગયેલી હાલતમાં કંઈપણ બોલતા નહોતા.

અભયમની ટીમ દ્વારા મહિલાની સારસંભાળ લઈને સમજાવ્યા હતા ત્યારે મહિલાએ પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હોવાનું જણાવ્યું હતું. આ ટીમ દ્વારા મહિલાને તાત્કાલિક રહેવા માટેનો આશરો આપીને સખી વન સ્ટોપ સેન્ટરમાં કેસ હેન્ડ ઓવર કર્યો હતો તેમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન કાઉન્સલરે એક અખબારી યાદીમાં જણાવેલ છે.

Advertisement
error: Content is protected !!