Connect with us

Gujarat

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ,રણજીતનગર ખાતે મોકડ્રિલનું આયોજન કરાયું

Published

on

પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ આજ તા.23/05/2024ના રોજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેકટર કચેરી તથા ડાઇરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી દ્વારા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ, રણજીતનગર ખાતે લેવલ 3 કક્ષાનું ઓફ સાઇટ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.ઇથેનોલ કેમિકલ લીક થતા આગ લાગવાની ઘટના બનતા ઊભી થતી પરિસ્થિતીઓને પહોચી વળવા માટે કયા-કયા પગલાં લેવા અને કયા-કયા વિભાગોને તેમાં સામિલ કરવા તે અંગેની સમગ્ર ઘટનાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

આ ઓફ સાઈટ મોકડ્રિલમાં ડાઇરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી વિભાગના ડી.બી.ગામીત તથા યાદવ, મામલતદાર ઘોઘંબા આર.આર.પટેલ,જિલ્લા પ્રોજેકટ અધિકારી,ડિઝાસ્ટર મેનેજમેંટ વિરલ ક્રિશ્ચિયન, જી.પી.સી.બી.વિભાગના કિરણ રાઠવા, રાજગઢ પોલીસ સ્ટેશન ઘોઘંબાના પી.એસ.આઇ રાજેન્દ્રસિંહ રાઠોડ અને SOG પી.એસ.આઇ ડી.જી.વહોનીયા તથા મ્યુચ્યુઅલ એઇડ ઇન્ડસ્ટ્રીયલ (પોષક,યુપીએલ અને કુશા) ઉદ્યોગો સબબ મોકડ્રિલમાં સહભાગી થઈ મોકડ્રીલને સફળ બનાવી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!