Panchmahal
“એક પૃથ્વી એક સ્વાસ્થ્ય”ના નારા સાથે”વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” પંચમહાલ જિલ્લો બન્યો યોગમય

ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ
આજરોજ ૨૧ જૂન ૨૦૨૩ના ૯મા વિશ્વ યોગ દિવસની સમગ્ર રાજ્યમાં જન ભાગીદારી સાથે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ”ની થીમ સાથે ઉજવણી કરાઈ છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગોધરા ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે પંચમહાલ જિલ્લા સાંસદ રતનસિંહ રાઠોડ અને જિલ્લા કલેકટર આશિષ કુમારે પ્રાસંગિક ઉદ્દબોધન કરીને યોગનું મહત્વ તથા યોગ પ્રણાલી અપનાવવાથી જીવનમાં થતા ફાયદા વિશે વાત કરી હતી.
આ સાથે સૌકોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના યોગ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ તકે સ્ટેટ કો – ઓર્ડીનેટર પિન્કીબેન મેકવાન અને યોગ કોચે સ્ટેજ પરથી યોગ શરૂ કર્યા હતા, જે અનુસાર તમામ લોકોએ યોગ કર્યા હતા.છેલ્લે રાષ્ટ્રગીત રજૂ કરાયું હતું.
આ તકે ધારાસભ્ય સી.કે.રાઉલજી, ફતેહસિંહ ચૌહાણ, ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ,જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા,રેન્જ આઈજી,જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,જિલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપ પસાયા સહિત જિલ્લાના સંકલન અધિકારીઓ,યોગ કોચ અને ટ્રેનર ,પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.