Panchmahal
પંચમહાલ જિલ્લા કલેકટરે કાલોલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા

પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારે કાલોલ પોલીસ સ્ટેશનની પ્રાંત અધિકારી ગોધરાની સાથે ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે ખાટીયાન રજીસ્ટર, પ્રોહીબિશન,જુગાર,મીલકત ખરીદ કેસ રેકર્ડ,VCR અને FIR ભાગ ૧-૨,હિસ્ટ્રી શીટર,મુદ્દામાલ રજીસ્ટર વગેરેની
તપાસ કરી સબંધિત અધિકારીને જરૂરી સૂચનાઓ આપી હતી.આ સાથે તેમણે કાલોલ પોલીસ સ્ટેશન હદમાં આવતા ૫૯ ગામોની વિગત તથા કેવા પ્રકારના ગુન્હાઓ નોંધાય છે તેની વિગતો મેળવી હતી.આ તકે મામલતદાર, પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફગણ હાજર રહ્યા હતા.