Panchmahal

પંચમહાલ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

Published

on

પંચમહાલ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા સેવા સદન-૧ ના સભાખંડમાં અધિક નિવાસી કલેકટર એમ.ડી.ચુડાસમાની અધ્યક્ષતામાં અને સંબધિત અમીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
જિલ્લા સંકલન સમિતિની બેઠકમા અધિક નિવાસી કલેકટરએ, સમિતિના નિયમિત મુદ્દાઓ એવા સરકારી લેણાની બાકી વસુલાત, પડતર તુમાર, પેંશન કેસ, માહિતી અધિકાર અધિનિયમ, નાગરિક અધિકાર પત્ર, સ્વચ્છતા મિશન અંતર્ગત કંડમ વાહનો અને રદ્દી પસ્તી નિકાલ, જિલ્લાના જુદા જુદા વિભાગો વચ્ચેના પ્રશ્નો, પંચાયત ઈન્ડેક્સ, સરકારી વાહનોના નિકાલની કાર્યપદ્ધતિ વિગેરેની સમીક્ષા હાથ ધરી, જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.

જિલ્લાના જુદા જુદા વિભાગોની અમલી વિવિધ યોજનાઓ, તેના અમલીકરણની કાર્યપ્રણાલી, લાભાર્થીઓની પાત્રતા જેવી જરૂરી જાણકારીથી જિલ્લાના દરેક વિભાગો પરસ્પર અવગત થાય, અને છેવાડાના લાભાર્થીઓ સુધી આવી બાબતો સુપેરે પહોંચી શકે તેમજ જિલ્લામા આગામી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોને ધ્યાને લઇ, સંબંધિત ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પરસ્પર સંકલન, અને સહયોગ સાથે કાર્યક્રમ આયોજન, અમલીકરણ અંગેની માર્ગદર્શિકા મુજબ કામગીરી માટે સલાહ સુચનો કરી કામગીરી સમય મર્યાદા માં પૂણ કરવા પર ભાર મુકયો હતો.

Advertisement

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લામા પોષણ માસ, સ્વચ્છતા માસ, આયુષ્યમાન ભવ, રોજગાર મેળા જેવા ફ્લેગશીપ કાર્યક્રમો વિગેરે બાબતે પણ ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.
આ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમા વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

Advertisement

Trending

Exit mobile version