Connect with us

Panchmahal

પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

Published

on

Panchmahal District Coordination Committee meeting was held

ધારાસભ્ય જયદ્રહસિંહજી પરમારની ઉપસ્થિતિમાં જનસુખાકારીના કામોને અગ્રતા આપી જનહિતને લગતા પ્રશ્નોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કરતાઃ જિલ્લા કલેકટર

વીજળી,જમીનને લગતા પ્રશ્નો,દસ્તાવેજ,પાણી,આરોગ્યને લગતા વિવિધ પ્રશ્નોની કામગીરીની કરાઈ સમીક્ષા
પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય જયદ્રહસિંહજી પરમાર તથા જિલ્લા સંકલન સમિતિના સંલગ્ન અધિકારી ઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન,ગોધરા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.

Advertisement

આ બેઠકમાં જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ ગત તથા અગાઉની મીટીંગમાં અધ્યક્ષસ્થાનેથી ચર્ચાયેલ કામગીરીની પ્રગતિ,એકશન ટેકન રીપોર્ટ,જે તે કચેરીને સીધી મળેલ પડતર અરજીઓના નિકાલ, જે તે કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો- સિધ્ધીઓ, લોકાભીમુખ વહીવટ, નાગરીક અધિકાર પત્રની અરજીઓ, આ ઉપરાંત જિલ્લાના તાકિદના પ્રશ્નો,સરકાર તરફથી વિવિધ કચેરીઓને સોંપાયેલ ૧૦૦ દિવસની કામગીરીની પ્રગતિ વગેરે વિષયો પર જરૂરી સલાહ સૂચનો કર્યા હતા.

Panchmahal District Coordination Committee meeting was held

આ બેઠકમા ધારાસભ્ય જયદ્રહસિંહજી પરમાર દ્વારા ગત વિવિધ પ્રશ્નો બાબતે વિવિધ ખાતાઓએ કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી, જેમાં અગાઉના વીજળી,જમીન દસ્તાવેજ,પાણી,આરોગ્યને લગતા પ્રશ્નો,કામદારોના પ્રશ્નો બાબતે થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી.

Advertisement

આ પ્રસંગે મદદનીશ શ્રમ આયુકત એમ.જે.સોનીએ જિલ્લામાં ઈ- શ્રમ પર થયેલ કામગીરીની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લામાં અત્યારસુધી જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં ૩ લાખ ૮૦ હજારથી વધુ લોકોના ઈ- શ્રમ કાર્ડ નીકાળવામાં આવ્યા છે.દરેકના ઈ- શ્રમ કાર્ડ સમયમર્યાદામાં નીકળી જાય તેવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક જિલ્લા કલેક્ટર એમ.ડી.ચુડાસમાએ કર્યુ હતું.

Advertisement

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા, સર્વ પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
error: Content is protected !!