Panchmahal

આગામી ૨૨મી જૂને પંચમહાલ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે 

Published

on

પંચમહાલ જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨/૦૬/૨૦૨૩ને ચોથા ગુરૂવારના રોજ સવારના ૧૧.૦૦ કલાકથી પુર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવનાર છે. સંબંધકર્તા નાગરિકોએ તેઓના (સેવાકીય,કોર્ટમેટર,રહેમરાહે નોકરી,પેન્શન સિવાયના પ્રશ્નો લેખિતમાં તા.૧૦/૦૬/૨૦૨૩ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જાહેર રજા સિવાયના દિવસો દરમ્યાન રજુ કરવાના રહેશે.અરજી ઉપર “જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ”ના મથાળા હેઠળ એવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તા.૧૦/૦૬/૨૦૨૩ સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસમાં સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં કેવા પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે તેની સ્પષ્ટતા આ મુજબ છે.
લાંબા સમયના જ પડતર પ્રશ્નો અંગે જ અરજી કરવાની રહેશે, જિલ્લા સ્વાગતમાં અરજી કરતાં પહેલા કોઈ પણ અરજદારે સૌપ્રથમ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ત્યારબાદ જે કચેરીનો પ્રશ્ન હોઈ ત્યા અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોઈ,જિલ્લા કક્ષાનો પ્રશ્ન હોય તો જિલ્લાના જવાબદાર અધિકારીશ્રીને કરેલ રજુઆતની નકલ સહ અરજી કરવાની રહેશે,આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નોનો જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા જ તેમજ કોર્ટ મેટર થયેલ ન હોઈ તેવા જ પ્રશ્નો હોવા જોઈએ,આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજુઆત કરાવી શકાશે નહિ,આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે સામૂહિક રજુઆતો કરી શકશે નહિ તેમ જન સંપર્ક અધિકારી ટુ કલેક્ટર પંચમહાલ-ગોધરા ની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

Trending

Exit mobile version