Connect with us

Panchmahal

પંચમહાલ જીલ્લાના પંચમહોત્સવ રમત સ્પર્ધા-૨૦૨૨ પાવાગઢ વડાતળાવ .ખાતે યોજાઈ

Published

on

Panchmahal District Panchmahotsav Sports Competition-2022

રાજય સરકાર નાં રમતગમત, યુવા, અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્રારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી તથા પંચમહાલ જીલ્લા વહીવટીતંત્ર દ્રારા આયોજિત પ્રથમ રમતોત્સવ સ્પર્ધા તા.૨૯ અને ૩૦ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ટૂંકાગાળા મા આયોજન થયું હતું.

Panchmahal District Panchmahotsav Sports Competition-2022

પ્રથમ દિવસે તા.૨૯ ડિસેમ્બર ના રોજ ઉદ્ધઘાટન સમારંભ મા હાલોલ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સર, જિલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપ પસાયા, વ્યાયામ ક્રિડા મંડળ ના પ્રમુખ પી.એસ.પરમાર, વ્યાયામ ક્રિડા મંડળના અધ્યક્ષ જયદીપ રાઠવા, વ્યાયામ શિક્ષકો, કોચીઝ, ટ્રેનરો તથા ખેલાડીઓ હાજર રહયા હતાં. ૧૬ વર્ષ થી નાના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ૧૦૦ મી. દોડ, લાંબીકુદ, તીરંદાજી (૩૦ મી.), ખો-ખો, કબડ્ડી, રસ્સાખેંચની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાઈઓ ખેલાડીઓની સંખ્યા ૪૦૦ તથા બહેનો ખેલાડીઓની સંખ્યા ૩૦૦ જેટલાએ ભાગ લીધો હતો.

Advertisement

Panchmahal District Panchmahotsav Sports Competition-2022

બીજા દિવસે ૩૦ ડિસેમ્બર ના રોજ સ્પોર્ટ્સ ઓથીરિટી ઓફ ગુજરાત ના મુખ્ય કોચ એલ.પી.બારીઆ તથા કોચ/ટ્રેનરો રમત સ્પર્ધામા હાજર રહયા હતા. રમતોત્સવથી ખેલાડીઓમાં રહેલી સુશુપ્ત શક્તિઓને બહાર લાવવાની અને તેનો શારીરિક માનસિક વિકાસ થાય. જેમાં ઓપન વિભાગમાં લાંબી દોડ ભાઈઓ(૮.કિમી), બહેનો (૫. કિમી ), તીરંદાજી (૫૦ મી.), ખો-ખો, કબડ્ડી, રસ્સાખેંચની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાઈઓ ખેલાડીઓની સંખ્યા ૩૦૦ તથા બહેનો ખેલાડીઓની સંખ્યા ૨૫૦ જેટલા એ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્રો ઉપસ્થિત મેહમાનો ના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતાં. જેમાં વ્યક્તિગત ખેલાડીઓને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ને ૧૦૦૦/- દ્રિતીય-૭૦૦/- તથા તૃતીય-૫૦૦/- અને ટીમ ઇવેન્ટમાં ભાગ લેનાર ખેલાડી ભાઈઓ બહેનો ને પ્રથમ-૩૦૦૦/- દ્રિતીય-૨૦૦૦/- અને તૃતીય-૧૦૦૦/- એમ કુલ ઇનામ – ૧,૨૨.૦૦૦ /- જેટલા રુપિયા રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્રો આપવામા આવ્યા હતાં.

Advertisement
error: Content is protected !!