Panchmahal
મલાવ ખાતે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવનો કાર્યકર્તા આભાર દર્શન અને સત્કાર સમારંભ યોજાયો
(અવધ એક્સપ્રેસ દ્વારા)
કાલોલ વિધાનસભાએ પંચમહાલ લોકસભામાં સૌથી વધુ 123000 લીડ આપી ભાજપ ના ઉમેદવાર ને વિજેતા બનાવતા આજરોજ કાલોલ તાલુકાના મલાવ કૃપાલુ સમાધી મંદિર ખાતે કાર્યકર્તા આભાર દર્શન તેમ સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહી પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવનું ફૂલહાર પહેરાવી ભવ્ય આતિશબાજી કરી સ્વાગત કર્યું હતું.
લોકસભાની ચૂંટણીમાં પંચમહાલ બેઠક ઉપર ભાજપે રાજપાલસિંહ જાદવની પસંદગી કરી હતી પંચ મહાલે
પણ ભાજપના પસંદ કરેલા ઉમેદવારને આવકાર્યા હતા ભાજપ પ્રમુખ C.R પાટીલે દરેક બેઠક પાંચ લાખથી જીતવાનું આહવાન કર્યું હતું ત્યારે તે ચેલેન્જને પંચમહાલે સ્વીકારી પાંચ લાખથી વધુ મતો થી ભવ્ય જીત અપાવી નરેન્દ્ર મોદીને કમળની ભેટ ધરી હતી.
પાંચ લાખની લીડ અપાવવામાં કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની મહત્વની ભૂમિકા હતી તેઓએ રાત- દિવસ, ભૂખ, તરસ અને તડકો જોયા વિના કાલોલ વિધાનસભાના 100 થી વધુ ગામોમાં ફરી દરેક મતદારોને રૂબરૂ મળી ભાજપ માટે મત માગ્યા હતા જેના પરિણામે કાલોલ તાલુકા માંથી ભાજપને સૌથી વધુ 123000 ની પ્રચંડ લીડ મળી હતી પાંચ લાખ થી વધુ મતોના લીડ થી ભવ્ય વિજય થતાં સાંસદ રાજપાલ સિંહ જાદવ તથા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે મતદાતાનો આભાર માન્યો હતો.
કાલોલ તાલુકો ભાગ્યશાળી રહ્યો છે ધારાસભ્ય અને સાંસદ બંને કાલોલ તાલુકાના છે મોસાળમાં જમણવાર અને માં પીરસનાર જેવા ભાગ્ય કાલોલને પ્રાપ્ત થયા છે ડબલ એન્જિનની સરકાર કાલોલને મળતા કાલોલ તાલુકો વિકાસના પંથે હરણફાળ ભરશે આજના સત્કાર સમારોહમાં સાંસદ રાજપાલસિંહ જાદવ અને ફતેસિંહ ચૌહાણે પોતાના વક્તવ્યમાં બંને ભાજપ ના યોધ્ધાઓ સાથે મળી કાલોલ ને નવી દિશાએ લઈ જવાની વાત કરી તમામ મતદારોનો આભાર માન્યો હતો. રેલી સ્વરૂપે રાજપાલ સિંહની સમારંભના સ્થળે એન્ટ્રી થઈ હતી કૃપાલુ સમાધિ મંદિર ના દર્શન કરી રાજપાલસિંહ જાધવે સમારંભ માં સ્થાન લીધું હતું વિજય ની ખુશી માં ભાજપના કાર્યકરોએ ભવ્ય આતિશબાજી, ફુલહાર અને પુષ્પગુચ્છ આપી પંચમહાલ સાંસદ તથા કાલોલ ધારાસભ્ય નુ ભવ્ય સ્વાગત કર્યું હતું