Gujarat

પંચમહાલ સાંસદ રાજપાલસિંહે રેલ્વેમંત્રીને ગોધરા-ડેરોલ રેલ્વે સ્ટેશન પર લાંબા રૂટની ટ્રેનોને સ્ટોપેજ આપવા રજૂઆત કરી

Published

on

પંચમહાલ જીલ્લા લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા દિલ્લી ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની મુલાકાત કરવામા આવી હતી. મુલાકાત દરમિયાન ગોધરા રેલ્વે સ્ટેશન તથા ડેરોલ રેલ્વે સ્ટેશન ખાતે વિવિધ ટ્રેનોના સ્ટોપેજ આપવામાં આવે તેવી લેખિત રજુઆત કરવામા આવી હતી.

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને કરવામા આવેલી લેખિત રજુઆતમાં ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે વિશેષ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવે તેમ જણાવામાં આવ્યુ હતુ. જેમાં તેજસ (રાજધાની એક્સપ્રેસ), અગસ્તક્રાન્તિ એક્સપ્રેસ, પારસનાથ એક્સપ્રેસ ટ્રેન, અમદાવાદ- ગોરખપુર એક્સપ્રેસ, ઓખા -ગોહરી એક્સપ્રેસ, ગાંધીધામ કામાખ્યા એકસપ્રેસ, અમદાવાદ-પટના અઝીમાબાદ એક્સપ્રેસ, ઓખા -બનારસ એકસપ્રેસ, અમદાવાદ -પટના એક્સપ્રેસ, ગરભા એક્સપ્રેસ, મહારાષ્ટ્ર સંપર્ક ક્રાંતિએક્સપ્રેસ, હજરત નિઝામુદ્દીન યુવા એકસપ્રેસ તેમજ ડેરોલ સ્ટેશન ખાતે પશ્ચિમ એક્સપ્રેસ, વલસાડ – હરિદ્રાર એક્સપ્રેસ, ઓખા શ્રી નાથજી એક્સપ્રેસ, ગોરખપુર અમદાવાદ એક્સપ્રેસ, ઝાંસી -બાન્દ્રા એક્સ પ્રેસ સહિતને સ્ટોપેજ આપવામાં આવે તેવી રજુઆત કરવામા આવી હતી. સાથે સાથે ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે વિવિધ સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરવામા આવી હતી જેમાં નવીન ટીકીટ બારી, પાર્કિંગ,સહિતની માગણીઓ, તેમજ પ્લેટફોર્મ 1 અને 2 પર એક્સેલેટર મૂકવાની માંગ, અમૃતભારત યોજના હેઠળ જે ગોધરા સ્ટેશની કાયાપલટની કામગીરી ઝડપથી કરવામાં આવે તેમજ શહેરા ભાગોળ પાસે જે અંડર પાસ બનાવાની કામગીરી ઝડપથી કરવામા આવે તેવી લેખિત રજુઆત કરવામાં આવી છે.

Advertisement

Trending

Exit mobile version