Gujarat
એક પેડ માં કે નામ ઝુંબેશ અંતર્ગત પંચમહાલ વાવેતર કાર્યક્રમ
પંચમહાલ જિલ્લાના સર્વે વૃક્ષ પ્રેમી જનતાને ચોમાસાની હાર્દિક અને હરિયાળી શુભકામનાઓ થકી આ વર્ષે આપણે ગરમી, પ્રદુષણ, આબોહવા અસંતુલન વગેરે કુદરતી આફતોનો પ્રકોપ અનુભવ્યો હશે.જેમાં દર વર્ષે સતત વધારો થતો જાય છે. આ વધતા પ્રકોપને નાથવા અને આપણી મૂળભૂત ફરજના ભાગરૂપે એક વૃક્ષ વાવી આપણી ફરજ નિભાવીએ.
આ વર્ષે કાલોલ તાલુકાના મોજે કરાડા, બેઢીયા તથા ખડકી ગામ ખાતે વન કવચ બનાવવાની કામગીરી હાલ ચાલુ છે જેમાં મોટા પ્રમાણમાં 80,000 વૃક્ષોનું 8 એકર જગ્યામાં. વૃક્ષારોપણ કરવા જઈ રહ્યા છીએ… જેઓ પાસે વૃક્ષારોપણ માટે પૂરતી જગ્યા ન હોય તેઓ વન કવચ ખાતે આવી વૃક્ષારોપણ કરી ધબકતું નિવસનતંત્ર રાખવાના પર્યાયાવરણીય યજ્ઞમાં પોતાનું યોગદાન આપી શકે છે…વૃક્ષ દત્તક લઇ શકે છે.અહીં વૃક્ષારોપણની તમામ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. જે સંબંધે આજ તારીખ 12.07.2024 ના રોજ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સી.કે ચૌહાણની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાના ન્યાયાધીશ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવેલ છે. જે અંગે સામાજિક વનીકરણ વિભાગ ગોધરા દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હતું